ખરાબ લાઇફસ્ટાઇલ અને આહારને કારણે પેટમાં ગેસ, એસિડિટી અને અપચાની સમસ્યા ખૂબ જ સામાન્ય બની ગઈ છે. સ્વાસ્થ્ય સારું રહે તે માટે પાચનક્રિયાને સ્વસ્થ રાખવી જરૂરી છે.
સારી પાચક શક્તિ રાખવાથી શરીર ફિટ રહે છે અને રોગોથી દૂર રહેવામાં મદદ મળે છે. યોગગુરુ અને આયુર્વેદ નિષ્ણાત સ્વામી રામદેવે પેટમાં ગેસ, એસિડિટી અને અન્ય ઘણી સમસ્યાઓથી છૂટકારો મેળવવાના ઉપાય જણાવ્યા છે.

સ્વામી રામદેવના જણાવ્યા અનુસાર ખરાબ ખાનપાન, મોડી રાતે ભોજન, અપૂરતી ઊંઘ, પ્રોસેસ્ડ ફૂડ હૃદય-મગજ, લિવર-કિડનીને નુકસાન પહોંચાડે છે. જેની સીધી અસર પાચનતંત્ર પર પડે છે. તેનાથી આંતરડાને નુકસાન પણ થાય છે. તેમણે કહ્યું કે આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે કેટલીક મહત્વની બાબતો અને લાઇફસ્ટાઇલનું ધ્યાન રાખવું જરૂરી છે.
ગેસ અને એસિડિટીથી છુટકારો મેળવવાના ઉપાયો
સ્વામી રામદેવે કહ્યું કે એક સાથે વધારે પડતું ભોજન ન ખાવું જોઈએ. સવારે નાસ્તો, બપોરે લંચ અને રાત્રે ડિનર કરવું જોઈએ. આ સમય દરમિયાન જો તમને વચ્ચે ભૂખ લાગે તો ફળનું સેવન કરી શકાય છે. તેમણે કહ્યું કે ખોરાકને ચાવી-ચાવીને ખાવ અને જમતા પહેલા કચુંબર અને ફળોનું સેવન કરો.
આ સાથે ભોજન પછી લગભગ એક કલાક પછી પાણી પીવું જોઇએ. રાત્રે દૂધ અને મીઠું એક સાથે ન લો. આ સિવાય વધુ પડતા તળેલા ખાદ્ય પદાર્થોનું સેવન કરવાનું ટાળો, કારણ કે તેનાથી પાચનક્રિયાથી માંડીને ઘણી સમસ્યાઓ થઈ શકે છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
સ્વામી રામદેવે કહ્યું કે સ્વસ્થ અને ફિટ રહેવા માટે હંમેશા એક જ અનાજ ન ખાવું જોઈએ. સમયાંતરે અનાજ બદલવું જોઈએ. તેવી જ રીતે તેલ પણ એક સરખું ન ખાવું જોઈએ, તેલ પણ સમયાંતરે બદલવું જોઈએ.
સવારે ઉઠીને નવશેકું પાણી પીવો
સ્વામી રામદેવે કહ્યું કે રોજ સવારે ખાલી પેટ નવશેકું પાણી પીવાથી પાચનતંત્ર સારું રહે છે. લીંબુ અને મધ પાણીમાં મિક્સ કરીને પીવાથી ગેસ અને એસિડિટી દૂર થાય છે. આ પાચન તંત્રને મજબૂત બનાવે છે અને ટોક્સિન્સ દૂર કરે છે.
ત્રિફલા પાવડરનું સેવન કરો
પાચન સંબંધી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે રાત્રે સૂતા પહેલા ગરમ પાણી સાથે 1 ચમચી ત્રિફળા પાવડર લો. તે પેટને સાફ કરવામાં, ગેસ અને કબજિયાતને દૂર કરવામાં મદદ કરે છે.
યોગાસન કરો
સ્વામી રામદેવના જણાવ્યા મુજબ નિયમિત યોગ કરવાથી પાચનક્રિયા મજબૂત બને છે અને ગેસની સમસ્યા દૂર થાય છે. પવનમુક્તાસન કરવાથી ગેસ અને બ્લોટિંગની સમસ્યા દૂર થઈ શકે છે. ભોજન કર્યા પછી 5-10 મિનિટ વજ્રાસનમાં બેસવાથી પાચનમાં સુધારો થાય છે. આ ઉપરાંત ભુજંગાસન કરવાથી પેટમાં જમા થયેલો ગેસ બહાર નીકળે છે.
અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.