× Special Offer View Offer

ડુંગળીના ભાવમાં આવી તેજી: આજનો ઉંચો ભાવ રૂ. 441, જાણો આજના ડુંગળીના બજાર ભાવ

WhatsApp Group Join Now

ડુંગળીની બજારમાં તેજીનો દોર આવ્યો છે અને ભાવમાં સરેરાશ મણે રૂ. 25નો સુધારો જોવા મળ્યો હતો. ડુંગળીની આવકો અત્યારે ધારણાંથી ઓછી આવી રહી છે અને જોઈએ એટલી વધતી પણ નથી. બીજી તરફ ડુંગળીનાં અત્યારે નિકાસ વેપારો પણ થોડા થઈ રહ્યા છે, જેને કારણે બજારને ટેકો મળી રહ્યો છે. આગામી દિવસોમાં ડુંગળીની બજારમાં વેપારો કેવા થાય છે તેનાં ઉપર આધાર રહેલો છે.

લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, તારીખ 24/12/2022 ને શનિવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 3600 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 200થી 441 સુધીના બોલાયા હતાં. જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 36926 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 81થી 380 સુધીના બોલાયા હતાં.

ભાવનગર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 20800 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 110થી 361 સુધીના બોલાયા હતાં. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 32270 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 100થી 346 સુધીના બોલાયા હતાં.

સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, તારીખ 24/12/2022 ને શનિવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના 9363 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 170થી 359 સુધીના બોલાયા હતાં.

ડુંગળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, તારીખ 24/12/2022 ને શનિવારના રોજ લાલ ડુંગળીનો સૌથી ઉંચો બજાર ભાવ રાજકોટ માર્કેટ યાર્ડમાં રૂ. 441 સુધીનો બોલાયો હતો અને સફેદ ડુંગળીનો સૌથી ઉંચો બજાર ભાવ મહુવા માર્કેટ યાર્ડમાં રૂ. 359 સુધીનો બોલાયો હતો.

લાલ ડુંગળીના બજાર ભાવ (Lal Dungali Bajar Bhav / Red Onion Prices):

તા. 24/12/2022 શનિવારના લાલ ડુંગળીના બજાર ભાવ
વિગત નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 200 441
મહુવા 81 380
ભાવનગર 110 361
ગોંડલ 100 346
જેતપુર 101 326
વિસાવદર 45 151
ધોરાજી 80 326
અમરેલી 60 140
મોરબી 100 300
અમદાવાદ 140 380
દાહોદ 160 240

 

સફેદ ડુંગળીના બજાર ભાવ (Safed Dungali Bajar Bhav / White Onion Prices):

તા. 24/12/2022 શનિવારના સફેદ ડુંગળીના બજાર ભાવ
વિગત નીચા ભાવ ઉંચા ભાવ
ભાવનગર 151 240
મહુવા 170 359
ગોંડલ 131 321

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment