અનહેલ્થી ફૂડ ખાવું, બગડેલી લાઇફસ્ટાઇલ અને ફિઝિકલ એક્ટિવિટીઝ ન કરવાથી લોકો બીમાર થઈ રહ્યા છે. આજકાલ મોટી સંખ્યામાં લોકો એસિડિટીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.
એસિડિટી પેટની સમસ્યા છે, જેનાથી પેટમાં વધુ એસિડ બનવા લાગે છે અને તે અન્નનળીમાં આવવા લાગે છે. જેના કારણે એસિડિટી થાય છે. આવું થવાથી છાતીમાં બળતરા, પેટ ભારે લાગવું અને ખાટા ઓડકાર આવવા જેવી સમસ્યાઓ થાય છે.
આ સમસ્યાથી બચવા માટે ખાણીપીણીમાં સાવધાની રાખવી જોઈએ. એસિડિટીથી પરેશાન લોકોએ ઘણા ફૂડ્સથી દૂર રહેવું જોઈએ.
ત્યારે નોઈડાના ડાયેટ મંત્રા ક્લિનિકના ફાઉન્ડર અને સિનિયર ડાયેટિશિયન કામિની સિંહાએ ન્યુઝ 18 ને જણાવ્યું કે, “એસિડિટી એક કોમન પ્રોબ્લેમ છે, જેના કારણે લોકોને ખાટા ઓડકાર, છાતીમાં બળતરા, પેટ ભારે રહેવું જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
જો તમને વારંવાર એસિડિટીની સમસ્યા થઈ રહી છે, તો આ કોઈ ગંભીર સમસ્યાનો સંકેત હોઈ શકે છે, ગેસ્ટ્રોઈસોફેગલ રિફ્લેક્સ ડિસીઝ (GERD) કે અલ્સરના કારણે પણ એસિડિટીની સમસ્યા થઈ શકે છે.
જોકે, ઘણા ફૂડ્સનું સેવન કરવાથી આ સમસ્યા વધે છે. જે ફૂડ પેટમાં એસિડ લેવલ વધારતા હોય, તેવા ફૂડ્સને અવોઇડ કરવામાં જ ભલાઈ છે.”
એસિડિટીના દર્દીઓએ આ ફૂડ્સ ખાવાનું ટાળવું જોઈએ
– ચોકલેટ, ચા અને કોફીનું સેવન કરવાથી એસિડિટીની સમસ્યા વધી શકે છે. આ ફૂડ્સમાં કેફીનનું પ્રમાણ વધુ હોય છે, જેનાથી પેટમાં એસિડ પ્રોડક્શન વધી શકે છે. આ વસ્તુઓનું વધુ સેવન કરવાથી બચવું જોઈએ, નહીંતર એસિડ રિફ્લેક્સની સમસ્યા વધી શકે છે.
– વધુ મસાલેદાર, તળેલું કે શેકેલું અને ઓઈલી ફૂડ ખાવાથી પેટમાં બળતરા કે એસિડ રિફ્લેક્સનું જોખમ વધી શકે છે. પીઝા, બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈઝ અને હોટડોગ જેવા ફાસ્ટ ફૂડ તળેલા હોય છે અને તેમાં વધુ ફેટ હોય છે. આ ફૂડ એસિડિટીના લક્ષણો વધારી શકે છે.
– સોફ્ટ ડ્રિંક્સ અને કાર્બોનેટેડ ડ્રિંક્સ પેટમાં ગેસ બનાવે છે અને સાથે જ એસિડિક નેચર વધારે છે. જેનાથી એસિડિટીની સમસ્યા વધી શકે છે. લોકોને ખાલી પેટે આ ડ્રિંક્સનું સેવન ન કરવું જોઈએ. આ ઉપરાંત દારૂના સેવનથી પણ એસિડિટીની સમસ્યા ગંભીર થઈ શકે છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
– પેકેજ્ડ અને પ્રોસેસ્ડ ફૂડ્સમાં વધુ પડતું મીઠું, ખાંડ અને એસિડિટી વધારતા તત્વો હોય છે. જેનું સેવન કરવાથી એસિડિટીની સમસ્યા વધી શકે છે. એસિડિટીના દર્દીઓએ પેકેજ્ડ વસ્તુઓનું સેવન કરવાથી બચવું જોઈએ.
– ફળોનું સેવન કરવું ફાયદાકારક હોય છે, પરંતુ એસિડિટીની સમસ્યા હોય તેવા દર્દીઓએ ખાલી પેટે સાઇટ્રસ ફળો જેમ કે, લીંબુ, સંતરા, દ્રાક્ષ અને દાડમનું સેવન કરવાથી બચવું જોઈએ. આ ફ્રૂટ્સ ખાલી પેટે ખાવાથી એસિડિટીની સમસ્યા વધી શકે છે, કારણ કે આ ફળોમાં પ્રાકૃતિક એસિડિટી હોય છે.