આજથી જ આ 5 આદતો અપનાવશો તો, બીજા જ દિવસથી થઈ જશો પોઝિટિવ અને સ્ટ્રેસ ફ્રી…

WhatsApp Group Join Now

આજની દોડધામ ભરેલી જિંદગીમાં સ્ટ્રેસ આપણા જીવનનો એક ભાગ બની ગયો છે. સ્ટ્રેસ અલગ અલગ પ્રકારના હોય છે ઘણા લોકોને કામનું પ્રેશર હોય છે, તો ઘણા લોકોને સંબંધોમાં સમસ્યા હોય છે, કેટલાક લોકો આર્થિક ચિંતાથી પરેશાન હોય છે. ડિજિટલ લાઈફ સ્ટાઈલના કારણે પણ વ્યક્તિ માનસિક રીતે થાકી જાય છે. સતત સ્ટ્રેસમાં રહેતી વ્યક્તિ નેગેટિવ વિચારે તે પણ સામાન્ય છે.

સ્ટ્રેસફુલ લાઈફસ્ટાઈલમાંથી રિલેક્સ થઈને પોઝિટિવ રહેવું હોય તો વ્યક્તિએ કેટલીક નાની નાની આદતોને અપનાવી જોઈએ. આ આદતો અપનાવી લેશો તો તમે સ્ટ્રેસ ફ્રી અને પોઝિટીવ જીવન જીવી શકશો.

સૌથી મહત્વની વાત એ છે કે આ આદતોને અપનાવવા માટે તમારે કોઈ મોટા ફેરફાર કરવાની પણ જરૂર નથી. બસ તમે થોડા જાગૃત રહીને આ આદતોને અપનાવી લેશો તો માનસિક રીતે મજબૂત થઈ જશો અને તમારું મગજ પણ શાંત રહેશે. આ સ્થિતિમાં તમે પોઝિટિવ વિચારી શકશો અને જીવનનો આનંદ લઈ શકશો.

માઈન્ડફુલનેસ

માઈન્ડફૂલનેસનો મતલબ છે કે દરેક કામ પૂર્ણ ધ્યાન અને જાગૃતતા સાથે કરો. આ ટેકનિક તમને વર્તમાનમાં જીવવાનું શીખવાડે છે. રોજ 10 મિનિટ મેડીટેશન કરી પોતાના શ્વાસ પર ફોકસ કરો. તમે વર્તમાનમાં જીવવાની શરૂઆત કરી દેશો એટલે નેગેટિવ વિચારોથી મુક્તિ મળી જશે.

પોતાની સ્પેસને ડિક્લટર કરો

ઘણી બધી રિસર્ચમાં એવું સામે આવ્યું છે કે અવ્યવસ્થિત ઘર અને અવ્યવસ્થિત ઓફિસ મગજ પર નેગેટિવ અસર કરે છે. જો તમારો રૂમ પણ અસ્તવ્યસ્ત રહેતો હોય તો મેન્ટલ હેલ્થને અસર થશે. તેથી દિવસની શરૂઆતમાં 10 થી 15 મિનિટનો સમય કાઢો અને પોતાની આસપાસની જગ્યાને સાફ કરો અને વધારાની વસ્તુઓને દૂર કરી દો. તેનાથી તમારી પ્રોડક્ટિવિટી પણ વધી જશે.

રૂટીન બનાવો અને ફોલો કરો

જો એક ફિક્સ રૂટિન ન હોય તો વ્યક્તિનું જીવન અવ્યવસ્થિત થઈ જાય છે. રોજ એક નિયમિત દિનચર્યાને ફોલો કરવી જરૂરી છે તેથી તમે તમારા બધા જ કામ સમયસર પુરા કરી શકો અને આરામ કરવાનો પણ સમય મળે. તેથી રોજ સવારે જલ્દી જાગી જાઓ અને રાતનો સમયે સુધી વખતે બીજા દિવસનું પ્લાનિંગ કરી લો. તેનાથી વર્ક લાઈફ બેલેન્સ સારી રીતે જળવાશે અને ચિંતા પણ ઓછી થશે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

સ્ક્રીન ટાઈમ મર્યાદિત કરો

આજના સમયમાં દરેક વ્યક્તિના જીવનમાં ડિજિટલ ઉપકરણો મહત્વનો ભાગ બની ગયા છે પરંતુ તેમ છતાં શક્ય હોય ત્યાં સુધી સ્ક્રીન ટાઈમ ઘટાડી નાખો. જરૂરી કામ થઈ જાય પછી મોબાઈલ, લેપટોપ જેવી વસ્તુઓથી દૂર રહો અને પોતાના લોકો સાથે સમય પસાર કરો. દિવસમાં એક કલાક એવી રાખો કે તમે ફોન અને લેપટોપનો ઉપયોગ ન કરો.

સેલ્ફ કેર કરો

દોડધામ કરેલી જિંદગીમાં તમને પોતાના માટે સમય મળતો નથી. લાંબા સમય સુધી જો તમે સેલ્ફ કેર પર ધ્યાન નહીં આપો તો તે પણ સ્ટ્રેસનું કારણ બની જશે. તેથી દિવસમાં ઓછામાં ઓછી એક કલાક સેલ્ફ કેર અને પોતાની પસંદગીની એક્ટિવિટી કરવામાં પસાર કરો. તેનાથી મેન્ટલ હેલ્થ સુધરશે.

WhatsApp Group Join Now

Leave a Comment