મોબાઈલને ચાર્જ કર્યા બાદ ચાર્જરને પ્લગમાં લગાવીને ન રાખતા, નહીંતર મુશ્કેલીમાં મુકાઈ જશો…

WhatsApp Group Join Now

મોબાઇલ ફોન કે અન્ય કોઈ ડિવાઇસને પૂરી રીતે ચાર્જ કર્યા પછી ઘણા લોકો ચાર્જરને પ્લગમાં લગાવીને રાખે છે. તેઓને લાગે છે કે આવું કરવાથી કોઈ નુકશાન નથી થતું. પરંતુ હકીકત એ છે કે આવું કરવું ઘણા ખતરાઓ સાથે જોડાયેલું હોય છે જેને આપણે ઘણીવાર અવગણી દઈએ છીએ.

આ આદતથી અનાવશ્યક વીજળીનો વપરાશ, ચાર્જરનું વધુ ગરમ થવું અને આગ લાગવાનો શક્ય ખતરો ઊભો થઈ શકે છે. ચાર્જર પ્લગમાં લગાવી રાખવાના પરિણામો એટલા ગંભીર હોય છે જેની ઘણીવાર લોકો કલ્પના પણ નથી કરતા. આજના લેખમાં આપણે જાણશું કે આ ટેવથી શું ગંભીર જોખમ ઊભાં થઈ શકે છે?

આગ લાગવાનું જોખમ

આજના ટેક્નોલોજી યુગમાં, ઘરમા ચાર્જર પ્લગમાં લગાવેલું રહેવું સામાન્ય દ્રશ્ય બની ગયું છે, જે ઘણીવાર ત્યારે પણ ચાલુ જ રહે છે જ્યારે ચાર્જરથી કોઈ ડિવાઇસ જોડાયેલું નથી હોતું. પરંતુ નિષ્ણાતો માને છે કે આવી ટેવ જોખમભરી હોઈ શકે છે. આવી ટેવોને લીધે આગ લાગવાનો ખતરો વધે છે.

જ્યારે તમારો ફોન જોડાયેલો નથી , ત્યારે પણ ચાર્જર થોડો વીજ પ્રવાહ ખેંચે છે. સમય સાથે, આ સતત ઉર્જા પ્રવાહ ચાર્જરને વધુ ગરમ કરી શકે છે. ખાસ કરીને સસ્તા કે જૂના ચાર્જરમાં વધારે ગરમીને કારણે ઓગળવું કે આગ લાગવા જેવી ઘટના પણ બની શકે છે.

વીજળીની બરબાદી

પ્લગમાં લગાવેલુ ચાર્જર ત્યારે પણ વીજળી વાપરે છે જ્યારે તે કોઈ ડિવાઇસને ચાર્જ ન કરી રહ્યું હોય. ભલે વપરાશ થોડો હોય, પરંતુ મહિના અને વર્ષો સુધી આ વપરાશ ભેગો થાય છે અને વીજળીની બરબાદી થાય છે.

ચાર્જરને નુકશાન

ઉપયોગ વગર સતત વીજળી મળતી રહેતી હોય તો ચાર્જરના આંતરિક ઘટકો ઝડપથી બગડી શકે છે. આવું થતાં ચાર્જર બરાબર કામ કરતું નથી અને ક્યારેક ખરાબ પણ થઈ શકે છે.

વીજળીનો ઝટકો લાગવાનો ખતરો

જો અચાનક વીજળીનો ઝટકો લાગે, તો પ્લગમાં લગાવેલુ ચાર્જર ખરાબ થઈ શકે છે અને કેટલાક કિસ્સામાં, જો એ અવગણવામાં આવે તો ખૂબ ખતરનાક બની શકે છે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

શૉર્ટ સર્કિટનો ખતરો

પ્લગમાં સતત જોડાયેલુ ચાર્જર અંદરથી ખરાબ થઈ શકે છે. જેથી શૉર્ટ સર્કિટ થવાનો ખતરો ઉભો થઈ શકે છે, જેનાથી તમારા ઘરમાં આગ લાગી શકે છે કે વીજળીનું મોટું નુકશાન થઈ શકે છે. તેથી જો તમે ચાર્જરનો ઉપયોગ કરી રહ્યા નથી , તો તેને અનપ્લગ કરી દેવું જોઈએ. તે તમારા ડિવાઇસ માટે વધુ સુરક્ષિત અને સારી ટેવ છે.

WhatsApp Group Join Now

Leave a Comment