પ્રયાગરાજ શહેરમાં ત્રિવેણી સંગમ ખાતે મહાકુંભનો ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ દેશ અને દુનિયાના લોકોને આકર્ષી રહ્યો છે. મહાકુંભ 13મી જાન્યુઆરીથી શરૂ થયો છે અને 26મી ફેબ્રુઆરી 2025ના રોજ સમાપ્ત થશે.
કુંભ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય ભક્તોને પવિત્ર સ્નાન દ્વારા આત્મશુદ્ધિની તક પૂરી પાડવાનો છે. ધાર્મિક માન્યતા અનુસાર આ દરમિયાન ગંગા, યમુના, સરસ્વતી, ગોદાવરી, શિપ્રા વગેરે નદીઓનું પાણી અમૃત જેવું શુદ્ધ બની જાય છે.

ઉપરાંત, કુંભને ઋષિ, સંતો, નાગા સાધુઓ, ગુરુઓ અને ભક્તોનું કેન્દ્ર માનવામાં આવે છે, જ્યાં દરેક વ્યક્તિ ભક્તિ, લાગણીઓ અને સેવાની આપલે કરે છે. હરિદ્વાર, પ્રયાગરાજ, ઉજ્જૈન અને નાસિક જેવા સ્થળોએ કુંભનું આયોજન કરવામાં આવે છે. ગ્રહોના સંયોગને કારણે કુંભ મેળાનું આયોજન ચોક્કસ સમયગાળામાં કરવામાં આવે છે.
મહાકુંભની વાત કરીએ તો શાસ્ત્રો અનુસાર 144 વર્ષમાં એકવાર મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. 2025 પછી આગામી મહાકુંભ 2169માં યોજાશે. આપણી આવનારી પેઢીઓ 2169માં ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાનો ફળ પ્રાપ્ત કરી શકશે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
પરંતુ દર 144 વર્ષે યોજાતા મહા કુંભ સિવાય કુંભ, અર્ધ કુંભ અને પૂર્ણ કુંભનું પણ સમયાંતરે ચાર પવિત્ર સ્થળોએ આયોજન કરવામાં આવે છે. ચાલો જાણીએ કે પ્રયાગરાજ પછી આગામી કુંભ સ્નાન ક્યારે અને ક્યાં થશે.
તમને જણાવી દઈએ કે પ્રયાગરાજ બાદ આગામી કુંભ 2027માં મહારાષ્ટ્રના નાસિકમાં યોજાશે. ત્ર્યંબકેશ્વરમાં આ મેળાનું આયોજન કરવામાં આવશે. આ પછી, 2028 માં, ઉજ્જૈનના સિંહસ્થમાં પૂર્ણ કુંભનું આયોજન કરવામાં આવશે. 2030માં પ્રયાગરાજમાં અર્ધ કુંભનું આયોજન કરવામાં આવશે.
ખાસ નોંધ: અમારી વેબાસાઈટ કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. તમારી લાગણીને દુભાવવાનો અમારો હેતુ નથી.