ફ્લાઇટમાં લાખો લોકો દરરોજ મુસાફરી કરે છે. લાંબું અંતર કાપવા માટે ફ્લાઇટ મુસાફરી કરવામાં આવે છે, પરંતુ કેટલાક લોકો સમય બચાવવા માટે પ્લેનમાં મુસાફરી કરવાનું પણ પસંદ કરે છે.
ફ્લાઈટની મુસાફરી સમય બચાવે છે અને આરામદાયક પણ છે. જોકે ફ્લાઇટનું ભાડું બસ અને ટ્રેનના ભાડા કરતાં વધારે છે, પરંતુ કેટલાક લોકોને તેના પર ડિસ્કાઉન્ટ પણ મળે છે. ચાલો જાણીએ કે, તે કોણ છે જેમને હવાઈ મુસાફરીની ટિકિટ પર ડિસ્કાઉન્ટ મળે છે.

સિનિયર સિટીઝન – આ યાદીમાં પહેલું નામ સિનિયર સિટીઝન છે, જેમને ફ્લાઇટ ભાડામાં ડિસ્કાઉન્ટ મળે છે. રેલવેની જેમ, એરલાઇન કંપનીઓ પણ વૃદ્ધોને ભાડામાં ડિસ્કાઉન્ટ આપે છે. જોકે, દરેક એરલાઇન કંપનીની આમાં અલગ નીતિ હોય છે, જેમ કે એર ઇન્ડિયા 25% સુધીનું ડિસ્કાઉન્ટ આપે છે.
ઇન્ડિગો 6% સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરે છે અને એર ઇન્ડિયા એક્સપ્રેસ અને અકાસા એર પણ ડિસ્કાઉન્ટ ઓફર કરે છે, પરંતુ તે નિશ્ચિત નથી અને સમય સાથે બદલાઈ શકે છે.
ડિફેન્સ કર્મચારી – ડિફેન્સ કર્માચારીઓને ફ્લાઇટ ભાડામાં મોટુ ડિસ્કાઉન્ટ મળે છે. જો ડિફેન્સ કર્મચારીઓ ઇન્ડિગો એરલાઇન્સ પાસેથી ડોમેસ્ટિક ફ્લાઇટ ટિકિટ બુક કરાવવા માંગતા હોય, તો તેમને 50% સુધી ડિસ્કાઉન્ટ આપવાની જોગવાઈ છે. ઇન્ડિગો ઉપરાંત, તેમને અન્ય ફ્લાઇટ્સ પર પણ સારું ડિસ્કાઉન્ટ મળે છે જે સમયાંતરે બદલાતી રહે છે.
વિદ્યાર્થીઓ – સિનિયર સિટીઝન્સ અને ડિફેન્સ કર્મચારીઓ ઉપરાંત, વિદ્યાર્થીઓને પણ ફ્લાઇટ ભાડામાં ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બંને ફ્લાઇટ્સમાં ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. એ નોંધવું મહત્વપૂર્ણ છે કે, ભાડામાં આપવામાં આવતી છૂટ સમયાંતરે બદલાતી રહે છે. આ માટે, તેમની પાસે દસ્તાવેજો હોવા જરૂરી છે.
ફ્લાઈટમાં ડિફેન્સ, વૃદ્ધ અને સ્ટૂડન્ટ ડિસ્કાઉન્ટ મેળવવા માટે, તમારે એરલાઈનની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને બુકિંગ દરમિયાન સંબંધિત કેટેગરી (જેમ કે ડિફેન્સ આઈડી, સિનિયર સિટીઝન પ્રૂફ અથવા સ્ટૂડન્ટ આઈડી) પસંદ કરવાની રહેશે અને જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરીને ડિસ્કાઉન્ટ કોડ અથવા ઓફર લાગુ કરવાનું રહેશે, જોકે દરેક એરલાઈનની પોલિસી અલગ હોઈ શકે છે તેથી તેમના નિયમો તપાસવા જરૂરી છે.










