વાતાવરણમાં પલટો આવતા આવતી કાલથી વરસાદની આગાહી, વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી…

WhatsApp Group Join Now

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે 21 મેથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર, 21 મેથી હવામાનમાં પલટો આવશે.

એક પછી એક સિસ્ટમ સક્રિય થતા અરબી સમુદ્રમાં વાવાઝોડુ બનશે. મુંબઈ અને ગોવા વચ્ચે એક સિસ્ટમ બનશે. જે સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થશે. સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થતા દરિયામાં ઊંચા મોજા ઉછળશે.

સાથે જ ગુજરાત અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પણ વરસશે. જ્યારે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ, ભારે પવન સાથે સામાન્યથી મધ્યમ વરસાદ વરસશે.

હવામાન વિભાગની આગાહી

દક્ષિણ ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. જેની અસરના ભાગરૂપે 48 કલાક બાદ અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં થંડરસ્ટ્રોમથી લઈ હળવા વરસાદની શક્યતા વ્યકત કરાઈ છે.

અમદાવાદ શહેરના વાતાવરણમાં 21મેથી પલટો આવી શકે છે અને 22થી 24મે દરમિયાન હળવા વરસાદી ઝાપટાથી માંડી ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યકત કરાઈ છે.

શું ખરેખર ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકશે? અરબી સમુદ્રની સિસ્ટમ ગુજરાતને કેટલી અસર કરશે? જાણો સાચી માહિતી…

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી છ દિવસ 50 કિ.મી પ્રતિ કલાકથી વધુની ઝડપે પવન ફુંકાઈ શકે છે. તો આ તરફ અમદાવાદ, ગાંધીનગરમાં તાપમાનનો પારો 40 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.

રાજ્યમાં 6 જળાશયો હવે સંપૂર્ણ ખાલીખમ

રાજ્યના 54 જળાશયોમાં હવે 10 ટકાથી પણ ઓછું જળસ્તર છે. એટલું જ નહીં 6 જળાશયો હવે સંપૂર્ણ ખાલીખમ છે. ગત વર્ષે 17 મે સુધીમાં 43 ટકા જળસ્તર હતું જેની સરખામણીએ આ વર્ષે જળ સ્તરની સ્થિતિ આંશિક સારી છે.

હાલ 70 ટકાથી વધુ જળસ્તર હોય તેમાં રાજકોટના આજી-2, ભાદર-2, ન્યારી-2, મોરબીના મચ્છુ-2, મહિસાગરના વણાકબોરી, સુરેંદ્રનગરના ધોળીધજા, કચ્છના કાલાઘોઘા, જૂનાગઢના ઓઝત, છોટા ઉદેપુરના સુખી ડેમનો સમાવેશ થયા છે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

ઝોન પ્રમાણે કચ્છમાં સૌથી ઓછું 30.08 ટકા જળસ્તર છે. તો સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં હાલ 31.46 ટકા જળ સંગ્રહ છે. તો ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 31.53 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 47.10 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 48.43 ટક જળ સંગ્રહ છે. તો 90 ટકાથી વધુ ત્રણ ડેમોમાં જળસ્તર છે. તો મહેસાણાના ધરોઈ, ભાવનગરના શેત્રુંજી, તાપીના ઉકાઈમાં જળસ્તર 50 ટકાથી ઓછું છે.

WhatsApp Group Join Now

Leave a Comment