સાવધાન: યુવાન દેખાવાની લાલચમાં એન્ટી એજિંગની દવાઓ બની શકે છે જીવલેણ!

WhatsApp Group Join Now

બોલીવુડ એકટ્રેસ શેફાલી જરીવાલાનું અવસાનથી શોકનો માહોલ છે. શેફાલી જરીવાલા 42 વર્ષની હતી તેમજ તે પોતાની હેલ્થ પર વધારે ધ્યાન આપતી હતી. રિપોર્ટ મુજબ, શેફાલીને કાર્ડિયક અરેસ્ટ આવ્યો હતો.

પરંતુ પોલીસને તપાસમાં તેમના રૂમમાંથી એન્ટી એજિંગની દવાઓ પણ મળી છે. તેમના પતિ પરાગ ત્યાગીએ કહ્યું કે, 8 વર્ષોથી તે આ દવાઓનું સેવન કરતી હતી તે સિવાય તે મિર્ગીના બીમારીથી ઝઝૂમી રહી હતી.

એન્ટી-એજિંગ દવાઓને લઈને લોકોના મનમાં સવાલો થતા હશે કે આ દવાઓ કેટલી ખતરનાક હોઈ શકે તો જાણો આ દવા હેલ્થ માટે કેટલી હાનિકારક છે.

એક્સપર્ટનું શું કહેવું છે?

એક્સપર્ટનું કહેવું છે કે, આ દવાઓ લાંબા સમય સુધી ખાવાથી શરીરમાં ખરાબ અસર થઈ શકે છે. એન્ટી એજિંગ દવાઓ ઘણા પ્રકારની હોય છે. આ દવાઓની અસર અલગ-અલગ રીતે થઈ શકે છે. તેમજ તે તેની પર નિર્ભર કરે છે કે તે વ્યકિત તે દવાઓનું કેટલું સેવન કરે છે.

આ દવાઓની અસર શું?

કોલેજન સપ્લીમેન્ટ

આજકાલ યુવાન દેખાવા માટે આ સપ્લીમેન્ટ માર્કેટમાં ફેમસ છે. તેનું લાંબા સમય સુધી સેવન કરવાથી એલર્જી તેમજ પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.

રેટિનોઈડ્સ

આ દવાઓમાં સામાન્ય રીતે વિટામિન-એની માત્રા વધારે હોય છે. તેનાથી વધારે સેવન કરવાથી સ્કિન પર ખંજવાળ, બળતરા, અને સ્કિન ડ્રાય થઈ શકે છે તેમજ સ્કિન ડેમેજ પણ થઈ શકે છે આ દવાનું પ્રેગનેન્સીમાં સેવન કરવું તે ખતરનાક સાબિત થઈ શકે છે.

મેટફોર્મિન

આ એક ડાયબિટીસ દવા છે, જેને ઘણા લોકો લોંગેવિટીમાં ઉપયોગ કરે છે. તેને ખાવાથી ગેસ, એસિડિટી અને ડાયરિયાની સાથે-સાથે વિટામિન- B12 ઉણપ થઈ શકે છે.

લાંબા સમય સુધી દવાનું સેવન છે ખતરનાક?

લાંબા સમય સુધી આ દવાઓનું સેવન કરવાથી શરીરનું સંતુલન બગડી શકે છે. આ દવાઓ કેન્સરનું કારણ પણ બની શકે છે. એન્ટીઓક્સીડેન્ટ યુક્ત દવાઓ જીવલેણ સાબિત થઈ શકે છે. એક રિપોર્ટ મુજબ આ દવાઓથી આંખોની રોશની પર પણ અસર થઈ શકે છે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

શું છે સાચો ઉપાય?

  • પોતાની લાઈફસ્ટાઈલને સુધારો
  • કસરત, સારું ભોજન અને આયુર્વેદિક દવાઓની મદદ લો
  • પૂરતી ઉંઘ લો અને સ્ટ્રેસ ઓછો રાખો
  • સનસ્ક્રીન તેમજ સ્કિન કેર રૂટીનને ફોલો કરો તે ફાયદાકારક છે

અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

WhatsApp Group Join Now

Leave a Comment