પ્રધાનમંત્રી મોદીની આગેવાનીમાં કેન્દ્ર સરકારે PM આવાસ યોજના 2.0 લઈને આવી છે. આમાં લોકોને ઘર બનાવવા માટે નાણાકીય સહાય આપવામાં આવશે.
શહેરના વિસ્તારોમાં આર્થિક રૂપે કમજોર (EWS) અને મિડલ ક્લાસ પરિવારો માટે 9 ઓગસ્ટ 2024ને કેન્દ્રીય મંત્રીમંડળે PMJAY 2.0ની મંજૂરી આપી દીધી.
આ યોજનામાં 1 કરોડ નવા ઘર બનાવવામાં આવશે. આવાસ અને શહેરી મામલાઓના મંત્રાલય અનુસાર, પર યુનિટ 2.30 લાખ રૂપિયા સ્વીકૃત કરવામાં આવશે.
આ યોજના હેઠળ શહેરના વિસ્તારોમાં છેલ્લા ચરણમાં 1.18 કરોડ મકાનોની મંજૂરી આપી હતી. 85.5 લાખથી વધારે મકાન તૈયાર થઈ ગયા છે અને લાભાર્થીઓને આપી પણ દીધા છે.
આ યોજના આખા ભારતમાં લાભાર્થીના નેતૃત્વમાં નિર્માણ (BLC), અફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશીપ (AHP), એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ (ARH) અને વ્યાજ સબસિડી યોજના (ISS) જેવી વિભિન્ન વિસ્તારમાં લાગુ કરવામાં આવશે.
પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી 2.0 હેઠળ નવા ઘરો માટે ઓનલાઈન અરજી શરૂ થઈ ગઈ છે. તમે પણ આમાં ઓનલાઈન અરજી કરી શકો છો.
અરજી કરવા માટે આ ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે:
- અરજદાર અને પરિવારના સભ્યોની આધાર ડિટેલ્સ
- અરજદારનું એક્ટિવ બેન્ક એકાઉન્ટ
- બેન્ક એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિન્ક હોવું જોઈએ
- આવકનો દાખલો
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
- જાતિનો દાખલો
- જમીનના દસ્તાવેજ (જો તમે તમારી જમીન પર બાંધકામ માટે નાણાકીય સહાય માટે અરજી કરી રહ્યા હોવ તો)
PMAY (શહેરી) 2.0 માટે આ રીતે કરવી અરજી:
સ્ટેપ 1: PM આવાસ યોજના 2.0માં અરજી કરવા માટે સૌથી પહેલા આધિકારિક વેબસાઇટ https://pmay-urban.gov.in/ જવું.
સ્ટેપ 2: વેબસાઇટ ખોલ્યા બાદ ‘PMAY-U 2.0 માટે અરજી કરો’ આઈકન શોધીને તેના પર ક્લિક કરો.
સ્ટેપ 3: યોજનાની સૂચનાઓ ધ્યાનથી વાંચો અને આગળ વધો.
સ્ટેપ 4: પોતાની વાર્ષિક આવક સહિત માંગેલી ડિટેલ્સ ભરીને પોતાની eligibility ચેક કરો.
સ્ટેપ 5: વેરિફિકેશન માટે પોતાની આધાર ડિટેલ્સ ભરો.
સ્ટેપ 6: વેરિફિકેશન બાદ એડ્રેસ અને ઇન્કમ પ્રુફ જેવી ડિટેલ્સ સાથે રજીસ્ટ્રેશન ફોર્મ ભરો.
સ્ટેપ 7: ફોર્મ સબમિટ કરો અને પોતાના એપ્લિકેશન સ્ટેટસ ચેક કરી લો.