શરીર પરનાં અણગમતા મસા દૂર કરવા માટે આ વસ્તુ લગાવો, બધા મસા છૂમંતર થઈ જશે…

WhatsApp Group Join Now

અનેક લોકોને ગરદન, હાથ, પગ તેમજ મોં પર મસા થતા હોય છે. મસા ભૂરા તેમજ કાળા રંગના હોય છે. આમ, મસા દૂર કરવા માટે લોકો અનેક પ્રકારની ટ્રિટમેન્ટ કરાવતા હોય છે.

મસા જ્યારે કાઢવામાં આવે ત્યારે દુખાવો પણ વધારે થતો હોય છે. જો કે આ કોઈ ગંભીર સમસ્યા નથી. કેટલાક ઘરેલુ ઉપાયોની મદદથી તમે સરળતાથી મસાને દૂર કરી શકો છો.

આ ઘરેલુ ઉપાયો તમને અનેક રીતે કામમાં આવી શકે છે. આ ઉપાયોથી તમે સરળતાથી છૂટકારો મેળવી શકો છો.

આ ઉપાયો છે અસરકારક

  • એલોવેરા જેલથી તમે સરળતાથી મસાને દૂર કરી શકો છો. આ ઉપાય કરવાથી તમારી સ્કિન મસ્ત થઈ જશે. આ માટે દરરોજ ફ્રેશ એલોવેરા જેલ કાઢી લો અને મસા પર 10 મિનિટ માટે મસાજ કરો. ત્યારબાદ પાણીથી ફેસ ધોઈ લો. આમ કરવાથી સ્કિન મસ્ત થઈ જશે અને મસામાંથી છૂટકારો મળી જશે. આ પ્રોસેસ તમારે દિવસમાં 3 થી 4 વાર કરવાની રહેશે.
  • ડુંગળીનો રસ લગાવવાથી મસા દૂર થઈ જાય છે. આ માટે ડુંગળીને કટ કરો. ત્યારબાદ મિક્સરમાં રસ કાઢી લો. હવે આ રસથી મસા પર 5 મિનિટ માટે મસાજ કરો. આમ કરવાથી મસા દૂર થઈ જશે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
  • કેળાની છાલથી તમે સરળતાથી મસા દૂર કરી શકો છો. આ માટે કેળાની છાલ લો અને જરૂર મુજબ કટ કરી દો. ત્યારબાદ આ છાલને મસા પર મૂકો અને આજુબાજુ ટેપ લગાવી દો. આમ કરવાથી કેળાની છાલ પડી નહીં જાય. એક કલાક રહેવા દો અને પછી કેળાની છાલ લઇ લો. આ ઉપાય તમે દરરોજ કરો છો તો તમને રિઝલ્ટ મળી શકે છે.
  • મસા દૂર કરવા માટે બેકિંગ સોડા અસરકારક છે. આ માટે એક ચમચી બેકિંગ સોડા લો અને એમાં કેસ્ટર ઓઇલના ચારથી પાંચ ટીપાં નાખીને પેસ્ટ તૈયાર કરી લો. હવે આ પેસ્ટને મસા પર લગાવો. પેસ્ટ લગાવ્યા પછી અડધો કલાક રહેવા દો અને પછી પાણીથી ફેસ ધોઈ લો. આમ કરવાથી મહિનામાં મસા દૂર થઈ જશે.

અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

WhatsApp Group Join Now

Leave a Comment