આયુષ્માન ભારત યોજના હેઠળ જરૂરિયાતમંદ લોકોને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળે છે. પરંતુ તેમાં દરેક ઈલાજ કવર કરવામાં નથી આવ્યો. ચાલો તે વિશે જાણીએ.
આયુષ્માન ભારત
દેશના દરેક નાગરિકને હેલ્થની સારવાર મળી રહે તે તેમનો અધિકાર છે. પરંતુ ઘણી વખત આર્થિક મુશ્કેલીઓને કારણે લોકો સારી આરોગ્ય સેવાઓથી વંચિત રહે છે. જેને ધ્યાનમાં રાખીને ભારત સરકારે આયુષ્માન ભારત યોજના શરૂ કરી છે.

5 લાખ રૂપિયા સુધીની સારવાર
આ યોજના હેઠળ સરકાર દ્વારા 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવે છે. પરંતુ ઘણી વખત હોસ્પિટલો આયુષ્માન કાર્ડથી લાભાર્થીઓની સારવાર કરવાનો ઇનકાર કરે છે. કેમ કે, આયુષ્માન કાર્ડ હેઠળ અનેક બીમારીઓની સારવાર થતી નથી. આજે અમે તમને એવી બીમારી વિશે જણાવશું કે જેનાથી હોસ્પિટલ જતા પહેલા તમારા માટે સારું રહેશે.
OPD
જો તમને કોઈ એવી બીમારી છે જેને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી અને ફક્ત OPDમાં જ સારવાર કરી શકાય છે તો તમને તેના માટે વીમા કવર નહીં મળે.
ખાનગી હોસ્પિટલ
આ સિવાય જો તમે આયુષ્માન યોજના હેઠળ આવરી લેવામાં આવતી ખાનગી હોસ્પિટલની OPDમાં સારવાર માટે જાઓ છો તો તમારે તેનું બિલ પણ ચૂકવવું પડશે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
ટેસ્ટ
જો હોસ્પિટલમાં દાખલ થતાં પહેલા તમે ડૉક્ટરની સલાહ મુજબ કેટલાક જરૂરી ટેસ્ટ કરાવ્યા અને હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી પણ તમારે દવાઓ વગેરેનો ખર્ચ થયો હોય તો તે આયુષ્માન યોજના હેઠળ આવરી લેવામાં આવશે. પરંતુ હોસ્પિટલમાં દાખલ થયા વગર ટેસ્ટ કરાવવા માટે થયેલા ખર્ચનું તમને કવરેજ નહીં મળે.
વેબસાઇટ
તમે વધુ માહિતી માટે તઘરે બેઠા આ વિશે જાણી શકો છો. એના માટે તમારે યોજનાની સત્તાવાર વેબસાઇટ https://pmjay.gov.in/ પર જવું પડશે અને મેનુમાંથી Health Benefits Packages પર ક્લિક કરવું પડશે. અહીં તમને બીમારી વિશે માહિતી મળશે.