આજના ભાગદોડભર્યા જીવનમાં હાડકાને લગતા રોગો યુવાનોમાં ઝડપથી વધી રહ્યા છે. 20 વર્ષની ઉંમરમાં લોકોના હાડકા નબળા થઈ રહ્યા છે. આનું મુખ્ય કારણ છે નબળો આહાર, જીવનશૈલી, ધુમ્રપાન અને દારુ પીવાની લત, ચાલવાનો અભાવ, સ્થૂળતા, શરીરમાં કેલ્શિયમ અને વિટામિન ડીની ઉણપ છે. આ કારણે હાડકાની ઘનતા ઘટી રહી છે, જેના કારણે ઓસ્ટિઓપોરોસિસ અને આર્થરાઈટિસ જેવી બીમારીઓ થઈ રહી છે.
આજકાલ પગમાં દુખાવો ખરાબ ફિટિંગવાળા જૂતા કે પછી લાંબા સમય સુધી પગ લટકાવીને બેસવાની મજબૂરીના કારણે થાય છે. પગમાં દુખાવાની સાથે-સાથે સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યાઓ ધીમે-ધીમે વધવાનો ખતરો રહે છે. પગના દુખાવામાં રાહત આપવા આયુર્વેદિક ઉપાય ખૂબ જ કારગર સાબિત થઈ શકે છે. સ્વામી રામદેવે પગના દુખાવાથી રાહત મેળવવાના ઉપાય આપ્યા છે.

હકીકતમાં યોગગુરુ સ્વામી રામદેવ પોતાના સોશિયલ મીડિયા પર ઘણીવાર સ્વાસ્થ્ય અને બીમારીઓ સાથે જોડાયેલી સમસ્યાના ઉપાયો જણાવે છે. એક વીડિયોમાં સ્વામી રામદેવે પગના દુખાવાથી કેવી રીતે રાહત મેળવવી તે જણાવ્યું છે.
આ સાથે તેમણે જણાવ્યું હતું કે, કેટલાક લોકો એડી પાસે પગના તળિયામાં થતા ડંખના દુખાવાથી પરેશાન છે, તો કેટલાકને એડી અને પગની ઘૂંટી વચ્ચે દુખાવાની સમસ્યા હોય છે. ઘણા લોકો ન્યુરોપેથિક પીડા એટલે કે ચેતાતંત્રમાં ખલેલને કારણે દુખાવો અનુભવ છે. આ ઉપરાંત સ્નાયુઓને લગતી સમસ્યાઓ પણ લોકોને પરેશાન કરે છે.
પગના દુખાવામાં રાહત મેળવવાના ઉપાય
સ્વામી રામદેવે કહ્યું કે પગમાં દુખાવાથી રાહત મેળવવા માટે ચંદ્રપ્રભા વટીની 2-2 ગોળીઓ સવાર-સાંજ લો. ઉપરાંત હળદર, મેથી અને સૂકા આદુનો પાવડર બનાવીને સવાર-સાંજ 2-2 ગ્રામનું સેવન કરવાથી પગનો દુખાવો દૂર થઈ જશે. સાથે જ રોજ થોડું કપાલભાતિ કરવાથી પણ દુખાવામાં રાહત મળે છે.
પગમાં કેમ દુખાવો કેમ થાય છે?
હેલ્થ એક્સપર્ટ્સના મતે ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને હાઈ કોલેસ્ટ્રોલ જેવી બીમારીઓના કારણે પગમાં દુખાવો થઈ શકે છે. બેસવાની ખોટી રીત, ખરાબ આહાર, શરીરનું વધારે વજન, વિટામિન ડીની ઉણપ અને કેલ્શિયમની ઉણપથી પણ સંધિવાની સમસ્યા વધી રહી છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
સાંધાના દુખાવાની સ્થિતિમાં ગ્લુટેનયુક્ત ખોરાક, આલ્કોહોલ અને વધુ પડતું મીઠું અને ખાંડ ખાવાનું ટાળવું જોઈએ. આ સાથે જ વજન વધવાથી સાંધામાં દુખાવો થવાની શક્યતા રહે છે.
સાથે જ ગરમીની સીઝનમાં સાંધામાં દુખાવો ન થાય તે માટે નવશેકા સરસવના તેલથી પગની માલિશ કરો. આ સાથે દુખાવાવાળા ભાગ પર ગરમ શેક કરવો અને નવશેકા પાણીમાં મીઠું નાંખી પગને શેક આપવો, તેનાથી પગમાં સોજો નહીં આવે અને દુખાવામાં પણ રાહત મળશે.
અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.