પોતાનું એક ઘર હોય તે દરેક વ્યક્તિનું સ્વપ્ન હોય છે. લોકો તેના માટે સેવિંગ પણ કરતા હોય છે. ઘર ખરીદવા માટે એક પ્રોસેસમાંથી પસાર થવું પડે છે. જેમાં ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજોની જરૂર પડે છે.
અમુક લોકો એવું માને છે કે રજીસ્ટ્રેશન થતાંની સાથે જ તેમને મિલકત પર માલિકીનો અધિકાર મળી જાય છે. પણ શું તે હકીકત છે? તો ચાલો તમને જણાવીએ કે તાજેતરમાં સુપ્રીમ કોર્ટે આ અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે.

સુપ્રીમ કોર્ટના આ નિર્ણય મુજબ કોઈપણ મિલકત પર તમારા માલિકી હકો ફક્ત રજીસ્ટ્રેશન દ્વારા નક્કી કરવામાં નહીં આવે. જો કોઈ મિલકતની પહેલી ખરીદી અન રજીસ્ટર્ડ સેલ એગ્રીમેંટ હેઠળ કરવામાં આવી હોય તો તેના પર કરવામાં આવેલા પછીના રજિસ્ટર્ડ ડીલને કાનૂની માલિકી ગણવામાં નહીં આવે.
મતલબ કે, જો તમે કોઈ મિલકત રજીસ્ટર કરાવી હોય તો પણ ફક્ત તેના આધાર પર તમને તેના માલિક કહેવામાં આવશે નહીં. મિલકત તમારી છે તે સાબિત કરવા માટે તમારી પાસે અન્ય જરૂરી દસ્તાવેજો અને નક્કર પુરાવા પણ હોવા જોઈએ.
એના માટે તમારી પાસે વેચાણ દસ્તાવેજ, ટાઇટલ દસ્તાવેજ, એન્કમ્બ્રન્સ સર્ટિ, મ્યુટેશન સર્ટિ, પ્રોપર્ટી ટેક્સ રસીદો, પજેશન લેટર, એલોટમેંટ લેટર, સક્સેશન સર્ટિ જેવા દસ્તાવેજો હોવા જરૂરી છે. જો આ ન હોય તો રજિસ્ટ્રી એક બિનજરૂરી દસ્તાવેજ બની જાય છે.
રજિસ્ટ્રી સાબિત કરે છે કે મિલકતનો વ્યવહાર સત્તાવાર રીતે થયો છે. જો બાદમાં કોઈ કાનૂની વિવાદ થાય તો આ દસ્તાવેજ તમારા પક્ષમાં કામ કરે છે. આ સિવાય જો ભવિષ્યમાં કોઈ તમારી મિલકત પર ખોટો દાવો કરે તો તે પરિસ્થિતિમાં પણ રજિસ્ટ્રી તમારા માટે મદદરૂપ સાબિત થાય છે. પરંતુ ફક્ત તેના આધારે માલિકીના હકો સાબિત કરી શકાતા નથી. તમારી પાસે અન્ય જરૂરી દસ્તાવેજો પણ હોવા જોઈએ.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
સુપ્રીમ કોર્ટના આ નિર્ણય મુજબ કોઈપણ મિલકત પર તમારા માલિકી હકો ફક્ત રજીસ્ટ્રેશન દ્વારા નક્કી નહીં થાય. જો મિલકતની પહેલી ખરીદી અનરજીસ્ટર્ડ સેલ એગ્રીમેન્ટ હેઠળ કરવામાં આવી હોય તો બાદમાં કરવામાં આવેલા રજિસ્ટર્ડ ડીલને કાનૂની માલિકી ગણવામાં નહીં આવે.
મિલકત તમારી છે તે સાબિત કરવા માટે તમારી પાસે અન્ય જરૂરી દસ્તાવેજો અને નક્કર પુરાવા પણ હોવા જરૂરી છે. પણ એવામાં રજિસ્ટ્રી સાબિત કરે છે કે મિલકતનું ટ્રાન્ઝેક્શન ઓફિશિયલ રીતે થયુ છે. જો પછીથી કાનૂની વિવાદ થાય તો તે ડોક્યુમેન્ટ તમારા કામમાં આવી શકે છે.