સામાન્ય રીતે આપણે પેટ્રોલ પંપ પર કાર લઈને જઈએ ત્યારે પેટ્રોલ ભરાવ્યા બાદ પછી હવા ભરાવવા જઈએ ત્યારે આપણે આરામથી કહી દેતા હોઈએ છીએ કે ભાઈ 35 psi હવા ભરીદે. નાની કાર હોય મોટી કાર હોય કઈ જોવાનું નહીં બસ કહી દેવાનું 35 psi અને અહિયાં થાય છે કાર ચાલકની સૌથી મોટી ભૂલ.
દરેક ટાયરનું અલગ પ્રેશર લેવલ
દરેક કંપનીની નાની મોટી કારના ટાયરમાં હવાના પ્રેશર લેવલનો આંકડો ચોક્કસપણે અલગ અલગ હોય છે. કારના ટાયરની બનાવટ તેના મોડીફિકેશન અને પાવર પર આધારિત હોય છે અને એટલા માટે કારના ટાયરની સાઇઝ તેના આકાર ટાયરની જાડાઈ અને પહોળાઈ પણ એ પ્રમાણે અલગ અલગ હોય છે.

સામાન્ય રીતે લોકોને કારનાં ટાયરમાં હવાનું દબાણ કેટલું રાખવું એ વિશે સામાન્ય જાણકારી નથી હોતી અને એટલેજ આ એક સાવ સામાન્ય લાગતી બાબત મોટી મુશ્કેલીમાં મુકી દેતી હોય છે.
સ્ટીકરમાં લાગેલી હોય છે માહિતી
અલગ અલગ કારમાં આ પ્રેશર વેલ્યૂ અલગ અલગ રહેતી હોય છે. દરેક કારમાં એક સ્ટીકર લાગેલું હોય છે જેમાં સ્પષ્ટ પણે લખેલું હોય છે કે ચારેય ટાયરમાં કેટલી હવા રાખવી.
સામાન્ય રીતે મોટા ભાગની કારમાં ચારેય ટાયરોમાં હવાનું દબાણ સરખુજ રખાતું હોય છે સાથે સાથે ઘણી કાર એવી પણ હોય છે જેમાં લાગેલા સ્ટીકરમાં કારમાં પાછળ અને આગળ હવાનું દબાણ તેમાં બેસેલા વ્યક્તિઓની સંખ્યા પર પણ આધારિત હોય છે.
હવાનું વધારે દબાણ અકસ્માત નોતરી શકે
સામાન્ય રીતે લોકોને કારના ટાયરમાં હવાનું દબાણ કેટલું રાખવું એ વિશે માહિતી ન હોવાથી પેટ્રોલ પંપ પરથી અંદાજીત હવા ભરાવી લેતા હોય છે પરંતુ આ કાર્ય મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
જો કારના ટાયરની પ્રેશર વેલ્યૂ 32 હોય અને ભૂલથી 35 psi હવાનું દબાણ કારના ટાયરમાં રાખવામાં આવે તો ચાલુ કારમાં ટાયર ફાટી શકે છે અને ગંભીર અકસ્માત થવાના ચાન્સ પણ વધી જતાં હોય છે.










