ફેબ્રુઆરી મહિનાનું છેલ્લું અઠવાડિયું ચાલી રહ્યું છે. એવામાં ગરમી વધવા લાગી છે. ઘણા લોકો રાત્રે સૂતા સમયે પોતાના રૂમમાં પંખો પણ ચાલુ કરી રહ્યા છે. જો તમારી પાસે કાર છે, તો તમારે ઉનાળો શરૂ થયા પહેલા પોતાની કારમાં અમુક ચીજોને જરૂરથી બદલવી જોઈએ.
જો તમે આ ચીજોને રીપેર નથી કરાવતા તો કારમાં ઘણી સમસ્યા આવી શકે છે. ઉનાળાની શરૂઆત થયા બાદ વાતાવરણની સ્પષ્ટ અસર કાર પર જોવા મળે છે.

ગરમીની અસર વધવાથી કારના વિભિન્ન ઉપકરણો પર વધુ પડતું દબાણ પડે છે. એવામાં ઉનાળો શરૂ થયા પહેલા તમારે પોતાની કારની અમુક ખાસ ચીજોની તપાસ અને સર્વિસ કરાવવી જોઈએ, નહિતર તમારી કારમાં ખરાબી આવી શકે છે.
ટાયર
ઉનાળામાં રસ્તો ખૂબ ગરમ હોય છે. એવામાં તેના પર કાર ચલાવવા પર કારના ટાયરો પર ખરાબ અસર પડે છે. જોકે, સમસ્યા ત્યારે થાય છે જ્યારે તમે ઘસાયેલા ટાયર સાથે રસ્તા પર ડ્રાઈવ કરો છો. ઉનાળામાં ટાયર બ્લાસ્ટ થઈ શેક છે. આનાથી દુર્ઘટના થઈ શકે છે. જો તમારી કારના ટાયર ઘસાઈ ગયા છે તો તેને જલ્દીથી બદલાવી લેવા.
એન્જિન ઓઇલ
ઉનાળામાં કાર ચલાવતા સમયે ઘણી વાર એન્જિન સામાન્ય કરતાં વધારે ગરમ થઈ જાય છે. તમારે ઉનાળાની શરૂઆત થાય તે પહેલા પોતાના એન્જિન ઓઇલની માત્રા અને તેની ક્વોલિટી ચેક કરવી જોઈએ.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
જો એન્જિન ઓઇલ જૂનું થઈ ગયું છે તો તેને જરૂર બદલાવું. એન્જિન ઓઇલને બદલાવવાથી કારનું સારી રહેશે અને તેની પરફોર્મન્સ પણ સુધરશે. આનાથી એન્જિન પણ યોગ્ય રીતે કામ કરાશે.
AC
ગરમીમાં AC વિના કાર ચલાવવી ખૂબ મુશ્કેલ કામ હોય છે. એવામાં ઉનાળાની શરૂઆત થયા પહેલા પોતાની કારનું AC ચેક કરાવવું જોઈએ. જો કારના AC માં કોઈ પ્રકારની સમસ્યા છે તો તેને જલ્દી રીપેર કરાવી લેવી.