ડિજિટલ પેમેન્ટના યુગમાં, આપણે ખરીદી કરવા માટે UPIનો ઘણો ઉપયોગ કરીએ છીએ. આજના સમયમાં, UPI તાત્કાલિક ચુકવણી કરવાનો સૌથી સરળ અને ઝડપી રસ્તો બની ગયો છે, પરંતુ તેની સાથે ઓનલાઈન છેતરપિંડી અને કૌભાંડોના કિસ્સાઓ પણ ઝડપથી વધ્યા છે.

આવી સ્થિતિમાં, જો તમે અથવા તમારા માતા-પિતા નવું UPI એકાઉન્ટ બનાવવા જઈ રહ્યા છો, તો કેટલીક મહત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ 5 સાવચેતીઓ લઈને તમે તમારા પૈસા સુરક્ષિત રાખી શકો છો અને કોઈપણ છેતરપિંડીથી બચી શકો છો.
ફક્ત સત્તાવાર UPI એપ્સ ડાઉનલોડ કરો
કોઈપણ UPI સંબંધિત સેવા માટે, ફક્ત Google Pay, PhonePe, Paytm, BHIM અથવા બેંક દ્વારા જારી કરાયેલ સત્તાવાર એપ્લિકેશનનો ઉપયોગ કરો.
આ એપ્સ ફક્ત ગુગલ પ્લે સ્ટોર કે એપ સ્ટોર પરથી જ ડાઉનલોડ કરો, કોઈ અજાણી વેબસાઇટ કે લિંક પરથી નહીં. આનાથી તમને નકલી એપ્સથી બચવામાં મદદ મળશે જે તમારી અંગત માહિતી ચોરી શકે છે અને તમે કૌભાંડોથી પણ દૂર રહેશો.
કોઈની સાથે UPI પિન શેર કરશો નહીં
UPI પિન તમારા ATM પિન જેવો જ છે. કોઈ બેંક, UPI એપ કે અધિકારી તમને કોલ કે મેસેજ પર તમારો PIN પૂછશે નહીં. જો કોઈ તમને તમારો પિન માંગે છે, તો તેઓ છેતરપિંડી કરી રહ્યા હોઈ શકે છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
તમારો પિન ક્યારેય કોઈની સાથે શેર કરશો નહીં, પછી ભલે તે કોઈ તમારુ ઓળખીતું પણ કેમ ન હોય. જો તમે તેમને તમારો પીન આપ્યો હોય તો જરૂરત પત્યા બાદ તેને તાત્કાલિક બદલી નાંખો.
પે અને રિક્વેસ્ટ વચ્ચેનો તફાવત સમજો
ઘણી વખત સ્કેમર્સ “પેમેન્ટ રિક્વેસ્ટ” મોકલે છે અને યુઝર્સને લાગે છે કે તેમને પૈસા મળશે, જ્યારે હકીકતમાં તમારા પૈસા લઇ રહ્યાં હોય છે. UPI એપમાં આવેલા દરેક સૂચન ધ્યાનથી વાંચો. જો “UPI PIN દાખલ કરો” લખેલું હોય, તો સમજો કે તમારા ખાતામાંથી પૈસા કટ થવાના છે, તમને પૈસા મળવાના નથી. સરળ શબ્દોમાં કહીએ તો, પેમેન્ટ મેળવવા માટે તમારે પિન દાખલ કરવાની જરૂર નથી.
હંમેશા એપમાંથી જ કસ્ટમર કેર નંબર મેળવો
જો ક્યારેય કોઈ સમસ્યા ઊભી થાય, તો ગૂગલ કે કોઈપણ વેબસાઇટ પર કસ્ટમર કેર નંબર શોધશો નહીં. સર્ચ રિઝલ્ટમાં ઘણા નકલી નંબરો પણ હોય છે. જે ફ્રોડ માટે હોય છે. હંમેશા એપ્લિકેશન અથવા સત્તાવાર વેબસાઇટની અંદર આપેલા ઓફિશિયલ સપોર્ટ અથવા હેલ્પ ડેસ્કનો સંપર્ક કરો.
તમારા સ્માર્ટફોનમાં સ્ક્રીન લોક અને એપ લોક ઇન્સ્ટોલ કરવાનું ભૂલશો નહીં
જો તમારો ફોન ચોરાઈ જાય કે પડી જાય તો સ્ક્રીન લોક અને એપ લોક તમારા એકાઉન્ટને સુરક્ષિત રાખે છે. લોક વગર કોઈપણ તમારી UPI એપ્સ ખોલી શકે છે અને પૈસા ઉપાડી શકે છે.
ફિંગરપ્રિન્ટ અથવા ફેસ આઈડી જેવા બાયોમેટ્રિક લોક બેસ્ટ ઓપશન છે . આ ઉપરાંત, હમેશાં તમારી પેમેન્ટ એપનો પાસવર્ડ અને ફોન લોક પાસવર્ડ બંને અલગ અલગ રાખો.Dailyhunt