Aadhaar card update for kids: આધાર કાર્ડ આજના સમયમાં દરેક નાગરિક માટે અત્યંત આવશ્યક દસ્તાવેજ બની ગયું છે. ખાસ કરીને બાળકો માટે તો એની નોંધણી સમયસર અને નિયમ મુજબ અપડેટ કરાવવી વધુ જરૂરી બની ગઈ છે.
યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)ના નિયમો પ્રમાણે, દરેક બાળકનું આધાર કાર્ડ 5 અને 15 વર્ષની ઉંમરે બાયોમેટ્રિક્સ અપડેટ કરાવવું ફરજિયાત છે. જો સમયસર અપડેટ ન થાય, તો ભવિષ્યમાં શિક્ષણથી માંડીને સરકારી યોજનાઓ સુધી અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

બાળકોના આધાર કાર્ડમાં બે વખત જરૂરી છે અપડેટ
UIDAI મુજબ 5 વર્ષની ઉંમરે પ્રથમ અને 15 વર્ષની ઉંમરે બીજું બાયોમેટ્રિક અપડેશન ફરજિયાત છે. જેને મેન્ડેટરી બાયોમેટ્રિક અપડેશન (MBU) કહેવાય છે. આ પ્રક્રિયામાં બાળકના ફિંગરપ્રિન્ટ, આંખનું સ્કેન અને નવો ફોટો લેવાય છે.
જો સમયસર અપડેટ ન થાય તો:
- સ્કૂલ કે કોલેજમાં પ્રવેશ દરમિયાન આધાર માન્ય નહીં ગણાય
- સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અરજી અટકી શકે
- સરકારી યોજનાઓના લાભ માટે આધાર માન્ય નહીં રહે
- બેંક ખાતું ખોલાવવામાં વિઘ્ન આવી શકે
‘બાલ આધાર’ શું છે?
5 વર્ષની ઉંમર સુધીના બાળકો માટે બાયોમેટ્રિક્સ લેવામાં આવતા નથી. એ વખતે તેમનો આધાર માત્ર માતા-પિતાના દસ્તાવેજોના આધારે બનાવવામાં આવે છે, જેને “બાલ આધાર” કહેવામાં આવે છે. પરંતુ જેમજ બાળક 5 વર્ષનો થાય, તેટલે એની બાયોમેટ્રિક ઓળખ (ફિંગરપ્રિન્ટ અને આઈરિસ સ્કેન) ઉમેરવી ફરજિયાત છે.
15 વર્ષની ઉંમરે પણ જરૂર છે ફરી અપડેટ
જેમ જેમ બાળકો ઉંમરમાં મોટા થાય, તેમ તેમ તેમના શારીરિક લક્ષણો બદલાતા જાય છે. એથી UIDAI 15 વર્ષની ઉંમરે બીજું બાયોમેટ્રિક અપડેટ ફરજિયાત બનાવે છે, જેથી આધાર કાર્ડ લાંબા ગાળે માન્ય રહે.
ખર્ચ કેટલી?
5 અને 15 વર્ષની ઉંમરે કરાતા પ્રથમ બાયોમેટ્રિક અપડેટ માટે કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. જો પાછળથી કોઈ વિગતો સુધારવાની જરૂર પડે તો તેમાં નાનીફરક ચુકવણી કરવી પડે છે.
આધાર અપડેટ કયા કરાવશો?
- નજીકના આધાર નોંધણી કેન્દ્ર પર જઇને આ પ્રક્રિયા કરાવી શકાય છે.
- ઓનલાઇન બાયોમેટ્રિક અપડેટની સુવિધા ઉપલબ્ધ નથી.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
- કેન્દ્ર શોધવા માટે UIDAI ની વેબસાઇટ અથવા ભુવન આધાર પોર્ટલ પર જઈને પિનકોડ, જિલ્લો વગેરે દાખલ કરીને માહિતી મેળવી શકાય છે.
આ કેન્દ્રો મુખ્યત્વે:
- પોસ્ટ ઓફિસો
- બેંકો
- સરકારી મથકોમાં ઉપલબ્ધ હોય છે
આધાર અપડેટ કરવા માટે જરૂરી દસ્તાવેજો:
- બાળકનું જૂનું આધાર કાર્ડ
- માતા કે પિતાનું આધાર કાર્ડ
- જરૂરી supporting ડોક્યુમેન્ટ
- એક નાનું ફોર્મ ભરીને બાયોમેટ્રિક માહિતી અપડેટ કરાવવી પડે
- અપડેટ થયા બાદ તમને acknowledge slip મળશે, જેના આધારે તમે સ્ટેટસ ચેક કરી શકો છો.