પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, કેરળ અને મુંબઈમાં ચોમાસું સક્રિય થયા બાદ તે આગળ વધતું ન હતું. આ સ્થિતિને હવામાનની ભાષામાં ‘મોન્સૂન બ્રેક’ કહેવાય છે.
જોકે, હવે અરબી સમુદ્રમાં એક નવી સિસ્ટમ સક્રિય થતાં આ ‘મોન્સૂન બ્રેક’નો અંત આવ્યો છે. આ નવી સિસ્ટમના કારણે ચોમાસું ધીમે ધીમે આગળ વધીને ગુજરાત સુધી પહોંચી ગયું છે.
હાલ જે વરસાદ પડી રહ્યો છે તે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો ભાગ છે, પરંતુ 16 જૂનથી ચોમાસાનો કરંટ જોવા મળ્યો છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે, ભલે ચોમાસું થોડું મોડું આવે, પરંતુ 16થી 20 જૂન સુધીમાં રાજ્યમાં તીવ્ર થન્ડર સ્ટ્રોમ (ગાજવીજ સાથે વરસાદ) થવાની શક્યતાઓ છે.
આ સમયગાળા દરમિયાન: દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ, વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ, ભાવનગર અને અમરેલીમાં ભારે વરસાદ પડશે. આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
આ ઉપરાંત, સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢના છૂટાછવાયા વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે.
એટલે કે, 20 જૂન સુધીમાં ચોમાસું ગુજરાત પહોંચે તે પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ યથાવત રહેશે, જે ગરમીથી ત્રસ્ત લોકોને આંશિક રાહત આપશે.
અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થવાથી 16 જૂનથી ચોમાસું આગળ વધશે અને 20 તારીખ સુધીમાં ગુજરાત પહોંચી શકે છે, જેનાથી લોકોને કારમી ગરમીથી કાયમી મુક્તિ મળશે તેવી આશા છે.