ચોમાસાને લઈને મોટી આગાહી, ગુજરાતમાં આ વર્ષે ચોમાસું ક્યારે શરૂ થશે? આ વર્ષે કેટલો વરસાદ પડશે?

WhatsApp Group Join Now

ગુજરાતમાં આ વખતે ચોમાસામાં સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે. ભારતના હવામાન વિભાગે ચોમાસાનું પૂર્વાનુમાન રજૂ કરતાં કહ્યું છે કે આ વર્ષે દેશમાં ચોમાસામાં સારો વરસાદ થશે.

ચોમાસું 2025ના પૂર્વાનુમાનમાં ભારતના હવામાન વિભાગે કહ્યું છે કે જૂન મહિનાથી શરૂ થતા અને ચાર મહિના સુધી ચાલતી આ વરસાદી સિઝનમાં સરેરાશ કરતાં વધારે વરસાદ પડવાની શક્યતા છે.

આ પહેલાં ભારતની ખાનગી હવામાન એજન્સી સ્કાયમૅટે પણ આગાહી કરતાં કહ્યું હતું કે ભારતમાં આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે અને ચાર મહિનાની લાંબાગાળાની સરેરાશમાં દેશભરમાં 103 ટકા જેટલો વરસાદ થવાની શક્યતા છે. એટલે કે ચોમાસું સારું રહેવાની શક્યતા છે.

હવામાન વિભાગે 15 જૂનના રોજ જારી કરેલા પૂર્વાનુમાનની સાથે એક નક્શો પણ જારી કર્યો છે તે પ્રમાણે કયા રાજ્ય અને કયા વિસ્તારોમાં કેટલો વરસાદ થશે તેની માહિતી પણ આપી છે. જોકે, મે મહિનામાં ફરીથી હવામાન વિભાગ ચોમાસાનું અપડેટ પૂર્વાનુમાન જારી કરશે.

ભારતમાં ચોમાસાની શરૂઆત કેરળમાંથી થાય છે અને 1 જૂન દેશમાં ચોમાસું બેસવાની આધિકારિક તારીખ છે. કેરળમાં ચોમાસું શરૂ થયા બાદ ગુજરાત સુધી પહોંચતા સામાન્ય રીતે 15થી 20 દિવસ જેટલો સમય લાગે છે.

હવામાન વિભાગ અનુસાર ભારતમાં આ વર્ષે જૂનથી લઈને સપ્ટેમ્બર એમ ચાર મહિનાના લાંબાગાળા દરમિયાન 105 ટકા જેટલો વરસાદ થવાની શક્યતા છે. એટલે કે દેશમાં સરેરાશ કરતાં પણ વધારે વરસાદ થવાની શક્યતા છે.

આ પૂર્વાનુમાનમાં પાંચ ટકા વધારે-ઓછા વરસાદની ત્રુટી સીમા રાખવામાં આવી છે. એટલે કે હાલ જે પૂર્વાનુમાન કર્યું છે તેમાં પાંચ ટકા વધારો ઘટાડો થઈ શકે છે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

ચોમાસાના ચાર મહિના દરમિયાન જો 96 ટકાથી લઈને 104 ટકા સુધી વરસાદ થાય તો તેને સામાન્ય ચોમાસું કહેવામાં આવે છે, એટલે કે સરેરાશ જેટલો થાય એટલો વરસાદ થતો હોય છે. જો,104 ટકા કરતાં વધારે વરસાદ થાય તો તેને સરેરાશ કરતાં વધારે એટલે કે ખૂબ સારું ચોમાસું ગણવામાં આવે છે.

હવામાન વિભાગે જારી કરેલા નક્શા પ્રમાણે આગામી ચોમાસામાં ગુજરાતમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે 59 ટકા જેટલી એવી શક્યતા છે કે આ વર્ષે દેશના મોટા ભાગના વિસ્તારોમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થશે.

ગુજરાતમાં ચોમાસાને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. આ વર્ષે ગુજરાતમાં ચોમાસું કેવું રહેશે, ગુજરાતમાં વરસાદ કયારે શરૂ થવાનો અંદાજ છે તેની સંપૂર્ણ વિગતો જાણો આ વીડિયોમાં.

WhatsApp Group Join Now

Leave a Comment