જે ખેડૂતો PM કિસાન સમ્માન નિધી યોજનાના લાભાર્થી છે તેમને વર્ષે માત્ર 6 હજાર જ નહીં પણ 42000 રૂપિયા મળી શકે છે. આ યોજનાનો લાભ એવા ખેડૂતોને જ મળશે જે પહેલાથી પીએમ કિસાન સન્માન નિધિના લાભાર્થી હશે.
પીએમ કિસાન સન્માન નિધિના લાભાર્થીઓ સાથે સરકાર માનધન કિસાન યોજનાની સુવિધા પણ આપે છે. આ ખેડૂતોને PM કિસાન નિધિ યોજના તરફથી વાર્ષિક 6000 રૂપિયા અને માનધન યોજનામાંથી 36000 રૂપિયા મળશે. જેથી વર્ષે ખાતામાં 42000 હજાર રૂપિયા જમા થશે.
મહિને 55 રૂપિયાનું કરવું પડશે રોકાણ
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ નામની યોજના અંતર્ગત ખેડૂતોને સરકાર તરફથી દર વર્ષે 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે.
સાથે ખેડૂતો માટે સરકારે PM કિસાન માનધન યોજનાના નામે બીજી યોજના પણ ચલાવે છે. આનો લાભ લેવા માટે ખેડૂતે દર મહિને 55 રૂપિયાનું રોકાણ કરવું પડશે. તેનો લાભ લેવા માટે અલગથી અરજી કરવાની જરૂર પણ નથી.
PM કિસાન નિધિના ફોર્મ પર માનધન યોજનાનો વિકલ્પ મળે છે. ખેડૂત જ્યારે 60 વર્ષનો થાય કે તરત જ તેને પીએમ કિસાન નિધિ હેઠળ દર મહિને 3000 રૂપિયાનું પેન્શન પણ મળવાનું શરું થાય છે. તેનો મતલબ એ કે 36000 રૂપિયા પ્રતિ વર્ષ મળશે.
વર્ષે 42000 રૂપિયા થશે જમા
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના લાભાર્થી જ માનધન યોજનાનો લાભ લઈ શકે છે. આ સિવાય તેમનું eKYC પહેલેથી જ થઈ ગયું હોવું પણ જરૂરી છે. તમે પીએમ કિસાન નિધિના રજિસ્ટ્રેશન પર જ તેનો લાભ મેળવી શકો છો.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
યોજનાનો લાભ લેવા માટે તમારી ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ. માનધન યોજનામાં દર મહિને 55 થી 200 રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે.
જો તમે 30ની ઉંમરે તો રોકાણ શરુ કરો છો તો 110 રૂપિયા અને 40 વર્ષની ઉંમરે 200 રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે. ત્યાર બાદ લાભાર્થી ખેડૂત 60 વર્ષનો થાય એટલે તેમને ખાતામાં સરકાર તરફથી 6000+36000=42000 રૂપિયા મળવા લાગશે.