મહિલાઓને આ યોજના હેઠળ ઘરે બેઠાં મળશે હજારો રૂપિયા, જાણો મોદી સરકારની આ નવી યોજના વિશે સંપુર્ણ માહિતિ…

WhatsApp Group Join Now

ભારત સરકાર દ્વારા દેશના નાગરિકો માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. અલગ અલગ વર્ગોના લોકો માટે સરકારની અલગ-અલગ યોજનાઓ હોય છે.

સરકાર મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે પણ ઘણા પ્રયાસ કરતી રહે છે. મહિલાઓના હિત માટે પણ સરકારની ઘણી યોજનાઓ હોય છે. હાલ જ મહિલાઓ માટે સરકાર તરફથી એક નવી યોજનાની જાહેરાત કરવામાં આવી છે.

આ યોજનાનું નામ છે બીમા સખી યોજના. તેના હેઠળ ગ્રામીણ વિસ્તારની મહિલાઓને લાભ આપવામાં આવશે. ચાલો તમને કહી બતાવીએ આ યોજના શું છે અને કેવી રીતે મહિલાઓને તેમાંથી ફાયદો મળશે.

જીવનભર હાથ-પગનો દુઃખાવો કે સાંધાનો દુઃખાવો નહીં થાય…

શું છે બીમા સખી યોજના?

આ યોજનાનું નામ બીમા સખી યોજના છે. એટલે કે આમાં મહિલાઓને વીમા સંબંધિત કામ માટે સક્ષમ બનાવવામાં આવશે. આ યોજના દ્વારા, મહિલાઓને ભારતીય જીવન વીમા નિગમની બીમા સખી તરીકે નિયુક્ત કરવામાં આવશે એટલે કે તેમને LICના એજન્ટ બનાવવામાં આવશે.

આ યોજનામાં જોડાયા બાદ મહિલાઓ લોકોનો વીમો કરાવી શકશે. સરકારની આ યોજનાથી ગ્રામીણ વિસ્તારોમાં રહેતી મહિલાઓને ઘણો ફાયદો થશે. ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓ માટે નોકરી અને રોજગારીની તકો સામાન્ય રીતે ઘણી ઓછી હોય છે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

આવી સ્થિતિમાં સરકારની આ યોજના આ મહિલાઓને આત્મનિર્ભર બનવાની તક આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 ડિસેમ્બરે હરિયાણાના પાણીપતથી આ યોજનાની શરૂઆત કરશે.

મળશે આટલા હજાર રૂપિયા

બીમા સખી યોજના હેઠળ મહિલાઓને 7,000 થી 21,000 રૂપિયા સુધી દર મહિને આપવામાં આવશે. યોજનાની શરૂઆતમાં મહિલાઓને દર મહિને 7,000 રૂપિયા આપવામાં આવશે.

ડાયાબિટીસ જેવી ગંભીર સમસ્યાને દૂર કરવી શક્ય છે. વધુ માહિતી માટે અહીંં ક્લિક કરો...
ડાયાબિટીસ જેવી ગંભીર સમસ્યાને દૂર કરવી શક્ય છે. વધુ માહિતી માટે અહીંં ક્લિક કરો…

બીજા વર્ષે આ રકમ 1,000 રૂપિયા ઓછી કરીને 6,000 રૂપિયા કરવામાં આવશે. ત્રીજા વર્ષે 5,000 રૂપિયા દર મહિને આપવામાં આવશે.

આ સાથે જ મહિલાઓને 21,000 રૂપિયાનું અલગ યોગદાન પણ આપવામાં આવશે. જે મહિલાઓ પોતાના વીમાનો લક્ષ્‍યાંક પૂરો કરશે, તેઓને અલગ કમિશન પણ આપવામાં આવશે.

આટલી મહિલાઓને મળશે રોજગાર

સરકાર દ્વારા શરૂ કરાયેલ બીમા સખી યોજનાના પ્રથમ તબક્કામાં 35,000 મહિલાઓને બીમા એજન્ટ તરીકે રોજગાર આપવામાં આવશે અને પાછળથી 50,000 મહિલાઓને યોજનામાં લાભ આપવામાં આવશે.

યોજનામાં નોંધણી માટે મહિલાઓની ઉંમર 18 થી 50 વર્ષ સુધીની હોવી જરૂરી છે. સાથે 10મી કક્ષા સુધીનું ન્યૂનતમ શૈક્ષણિક લાયકાત પણ જરૂરી છે.

WhatsApp Group Join Now

Leave a Comment