ગુજરાત રાજ્યમાં તમામ જન્મ-મરણ નોંધણી એકમોમાં સમાનતા જળવાઈ રહે તે માટે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
રાજ્યના નાયબ મુખ્ય રજિસ્ટ્રાર દ્વારા નવા નિયમ અંગે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં જન્મ અને મરણના પ્રમાણપત્રોમાં નામ લખવાની એક નવી પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી છે.

આ નવા નિયમ અનુસાર, હવે જન્મ અને મરણના પ્રમાણપત્રોમાં વ્યક્તિનું નામ એક નિશ્ચિત ક્રમમાં લખવાનું રહેશે. સૌપ્રથમ વ્યક્તિનું પોતાનું નામ (First Name), ત્યારબાદ પિતાનું નામ (Middle Name), અને અંતમાં અટક (Surname) લખવાનું રહેશે.
અત્યાર સુધી કોઈ ચોક્કસ ગાઈડલાઈન ન હોવાથી, અનેક લોકો પોતાના દસ્તાવેજોમાં નામની વિવિધ રીતે નોંધણી કરાવતા હતા. આ કારણે સરકારી દસ્તાવેજો, આધાર કાર્ડ અને અન્ય મહત્વપૂર્ણ નોંધણી પ્રક્રિયાઓમાં ડેટા અપડેટ અને લિંકિંગની મુશ્કેલી ઉદભવતી હતી.
રાજ્ય સરકારના નવા નિયમ મુજબ, માત્ર જન્મ-મરણના પ્રમાણપત્ર જ નહીં, પરંતુ આધાર કાર્ડ માટે પણ આ નવી પદ્ધતિ લાગુ રહેશે. હવે બાળક અને માતા-પિતા સંબંધિત દસ્તાવેજોમાં પણ પહેલા નામ, પછી પિતાનું નામ અને છેલ્લે અટક લખવાનું ફરજિયાત રહેશે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
જો કે, જૂના આધાર કાર્ડ ધારકો માટે હાલમાં કોઈ તાત્કાલિક ફેરફાર કરવાની જરૂર નથી, પરંતુ જો તેઓ ભવિષ્યમાં કોઈ અપડેટ અથવા સુધારો કરાવે, તો તેમને આ નવી પદ્ધતિનું પાલન કરવું પડશે.
આ નિર્ણયનો હેતુ જન્મ-મરણ નોંધણી પ્રક્રિયામાં એકસૂત્રતા લાવવો અને દસ્તાવેજોની અવ્યાખ્યિતતા દૂર કરવી છે. આ નવા નિયમથી દસ્તાવેજોની નોંધણી વધુ સરળ બનશે અને સરકારી તંત્ર માટે કામગીરી વધુ કાર્યક્ષમ અને વ્યવસ્થિત રહેશે.