Cooling Technology: જે ફ્રિજની પાછળ કાળા રંગની જાળી કે કૂલીંગ કોઈલ હોય છે તે ડાયરેક્ટ કૂલ ટેકનોલૉજી પર કામ કરે છે. આ પ્રકારના ફ્રિજમાં ઠંડી હવા પોતાની જાતે કુદરતી રીતે ફેલાઈ છે તથા પાછળ કોઈલ દેખાડવામાં આવે છે જે રેફ્રિજરેટરને ઠંડુ કરે છે.
જ્યારે જેની પાછળ આ જાળી નથી બતાવવામાં આવી હોતી તે ફ્રોસ્ટ ફ્રી હોય છે. આમાં ફેન દ્વારા ઠંડી હવા સમપ્રમાણે દરેક ખૂણામાં જાય છે. આની એક ખાસ વાત એ છે કે આ ટાઈપના ફ્રીઝરમાં એકસ્ટ્રા બરફ જામતો નથી.

જ્યારે જાળીવાળામાં બરફને આપણે જાતે હટાવવો પડે છે જ્યારે ફ્રોસ્ટ ફ્રીમાં આના માટે ઓટોમેટિક સિસ્ટમ આપવામાં આવે છે. એટલે કે કોઈલવાળું ફ્રિજ સિમ્પલ ટેકનોલોજી પર કામ કરે છે તો બીજી તરફ કોઈલ વગરનું થોડું સ્માર્ટ રીતે કામ કરે છે.
વીજળીનો વપરાશ
જાળીવાળું ફ્રિજ વીજળીનો ઓછો વપરાશ કરે છે કારણ કે આમાં નતો ફેન હોય છે કે ન તો ઓટોમેટિક ડીફ્રોસ્ટિંગ સિસ્ટમ. આ સીધી અને સાદી રીતે ચાલે છે અને નાના પરિવારો માટે ઘણું ફાયદાકારક હોય છે. બીજી તરફ કોઈલવાળુ એટલે કે ફ્રોસ્ટ ફ્રીમાં કૂલીંગ ફેન, હીટર અને સેન્સર લાગેલા હોય છે. જેના કારણે આ વીજળીનો વપરાશ થોડો વધારે કરે છે. જોકે આમાં વીજળીનો વપરાશ વધુ થાય છે પરંતુ તમારે બરફ સાફ કરવાની ઝંઝટ રહેતી નથી અને ખાવાની ચીજ વસ્તુઓ પણ લાંબા સમય સુધી એકસમાન ઠંડી રહે છે.
સાફ-સફાઈ અને મેન્ટેનન્સની ઝંઝટ
જાળીવાળા ફ્રિજમાં સમયે સમયે બરફ જમા થઈ જાય છે જેના કારણે તેને મેન્યુઅલી ડીફ્રોસ્ટ કરવું પડે છે કહેવાનો અર્થ એ છે કે આ રેફ્રિજરેટરને બંધ કરીને બરફ ઓગાળવો પડતો હોય છે એના સિવાય પણ પાછળની ખુલ્લી કોઇલ પર ધૂળ માટી પણ જામી જાય છે જેને સાફ કરવી પડે છે.
જાળી વગરના ફ્રિજમાં આ બધી ઝંઝટ નથી હોતી કારણ કે ડીફ્રોસ્ટિંગ ઓટોમેટીક હોય છે. પાછળની જાળી પણ ઢાંકેલી હોય છે જેના કારણે સફાઈ આસાન અને ઓછી કરવી પડે છે. જો તમે ઓછી મહેનતવાળો વિકલ્પ શોધતા હોય તો ફ્રોસ્ટ ફ્રી ફ્રિજ તમારા માટે સારું છે.
એફોર્ડેબલ વિકલ્પ
જો તમારી બચત ઓછી છે, તમે સિમ્પલ બેઝિક ફ્રિજ લેવાનું વિચારો છો તો કોઇલવાળું એટલે કે જેના પાછળ જાળી દેખાતી હોય તેને ખરીદવું જોઈએ. આ એક સસ્તુ અને સારું ઓપ્શન છે આ પ્રકારના ફ્રિજ 10 હજારથી 18 હજારની કિંમતમાં મળી જાય છે.
આ નાના પરિવારો અથવા સ્ટુડન્ટ્સ માટે સારો ઓપ્શન છે બીજી તરફ જાળી વગરનું ફ્રોસ્ટ ફ્રિજ થોડું મોંઘુ હોય છે જેની શરૂઆતની કિંમત 20,000થી ઉપર હોય છે પરંતુ આમાં સુવિધાઓ વધારે મળે છે જેમ કે ઓટોમેટીક ડિફ્રોસ્ટ, સારું કૂલિંગ અને ઓછું મેન્ટેનન્સ તથા તેની કિંમત પણ ઉચિત છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
જો તમે એકલા રહો છો સ્ટુડન્ટ છો અથવા તમારો પરિવાર નાનો છે જેમાં એક કે બે વ્યક્તિ છે તો તમારે કોયલવાળું ડાયરેક્ટ કુલ ફ્રિજ લેવું જોઈએ. તમને જણાવી દઈએ કે આ ફ્રીઝમાં જાળી દેખાતી હોય છે અને વીજળીનો વપરાશ પણ ઓછો તથા અફોર્ડેબલ હોય છે.
જો તમારો પરિવાર મોટો છે જેમાં ત્રણ કે વધારે સભ્યો હોય તો વગરજાળીનું ફ્રોસ્ટ ફ્રી ફ્રિજ વધારે સુવિધાજનક છે. જેમાં વધારે સ્ટોરેજ અને સામાન લાંબા સમય સુધી તાજો રહી શકે છે તથા મેન્ટેનન્સ પણ ઓછું હોય છે. એક્સપર્ટના મતે પરિવારનું કદ અને તેના ઉપયોગના પ્રમાણે ફ્રિજનું સિલેક્શન કરવું એ સમજદારીનું પગલું છે.