લિવ-ઇન રિલેશનશિપની માન્યતા – ભારતમાં લિવ-ઇન રિલેશનશિપ ગેરકાયદેસર નથી. જો તે બે પુખ્ત વયના લોકો વચ્ચે સંમતિથી રહે છે અને તેઓ કોઈ પરિણીત સંબંધમાં નથી.
સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટે ઘણા કિસ્સાઓમાં લિવ-ઈન રિલેશનશિપને માન્યતા આપી છે, પરંતુ એમ પણ કહ્યું છે કે જો કોઈ પરિણીત વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહે છે, તો તે લગ્ન સંબંધને અસર કરી શકે છે.

લગ્નેત્તર લિવ-ઇન રિલેશનશિપ અને ભારતીય દંડ સંહિતા (IPC) – IPC ની કલમ 494 (દ્રિવિવાહ) મુજબ જો કોઈ પુરુષ તેની પહેલી પત્નીને છૂટાછેડા લીધા વિના બીજા લગ્ન કરે છે તો તે ગુનો ગણાશે. પરંતુ જો તે ફરીથી લગ્ન ન કરે અને ફક્ત લિવ-ઇન રિલેશનશિપમાં રહે તો આ કલમ લાગુ પડશે નહીં.
2018માં સુપ્રીમ કોર્ટે IPC ની કલમ 497 (વ્યભિચાર) ને ગેરબંધારણીય જાહેર કરી હતી. જેનો અર્થ એ છે કે હવે લગ્નેત્તર સંબંધ રાખવા બદલ પરિણીત વ્યક્તિ સામે કોઈ ફોજદારી કાર્યવાહી કરી શકાતી નથી. જો કે પત્ની આ આધાર પર છૂટાછેડાની માંગણી કરી શકે છે.
પત્નીના અધિકારો અને કાનૂની ઉપાયો: પત્ની પતિ પર માનસિક ક્રૂરતાનો આરોપ લગાવીને હિન્દુ લગ્ન અધિનિયમ 1955 હેઠળ છૂટાછેડા માંગી શકે છે. પત્ની ભરણપોષણ અને મિલકતમાં હક માટે દાવો કરી શકે છે. કેટલાક કિસ્સાઓમાં જો પત્ની માનસિક ત્રાસનો ભોગ બની રહી હોય તો તે ઘરેલુ હિંસા અધિનિયમ 2005 હેઠળ ફરિયાદ પણ નોંધાવી શકે છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
સામાજિક અને નૈતિક દ્રષ્ટિકોણ – ભારતીય સમાજમાં લગ્નને એક પવિત્ર બંધન માનવામાં આવે છે. તેથી પરિણીત વ્યક્તિ લિવ-ઇન રિલેશનશિપ અપનાવે છે તેને નૈતિક રીતે અયોગ્ય ગણી શકાય. જો કોઈ પરિણીત વ્યક્તિ લિવ-ઈન રિલેશનશિપમાં રહે છે તો તેની પરિવાર અને બાળકો પર નકારાત્મક અસર પડી શકે છે. ઘણા સમુદાયોમાં તેને અનૈતિક માનવામાં આવે છે. જે સામાજિક બહિષ્કાર અથવા અન્ય સમસ્યાઓ તરફ દોરી શકે છે.
સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો: સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, જો લિવ-ઇન રિલેશનશિપ “વૈવાહિક સંબંધ જેવું લાગે છે”, તો તેને “પરિણીત કપલ” નો દરજ્જો આપી શકાય છે. પરંતુ જો કોઈ પરિણીત વ્યક્તિ લિવ-ઇન રિલેશનશિપમાં રહે છે તો તે તેની પત્નીના વૈવાહિક અધિકારોનું ઉલ્લંઘન માનવામાં આવશે.










