× Special Offer View Offer

પાનકાર્ડમાં 15 સપ્ટેમ્બર પહેલા કરો નામ સુધારો – જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપુર્ણ પ્રક્રિયા…

WhatsApp Group Join Now

PAN Card Update આવકવેરા વિભાગ દ્વારા ITR (આય કર રિટર્ન) ફાઇલિંગ માટે 15 સપ્ટેમ્બર 2025 છેલ્લી તારીખ નક્કી કરવામાં આવી છે.

જો તમારા PAN કાર્ડમાં કોઈ ભૂલ હોય – ખાસ કરીને નામ સંબંધિત – તો તે પહેલાં શક્ય તેટલી વહેલી તકે તેને અપડેટ કરાવવો અનિવાર્ય છે. ખોટા નામના કારણે તમે બેંકિંગ, લોન, લાઇસન્સ, નોકરી, અને ITR ફાઇલિંગ જેવા ઘણા અગત્યના કામોમાં મુશ્કેલીમાં પડી શકો છો.

PAN કાર્ડમાં નામ સુધારવાની આવશ્યકતા ક્યારે પડે?

  • પાન કાર્ડ પરના નામની જોડણી ખોટી હોય
  • લગ્ન પછી મહિલાઓના અટકમાં ફેરફાર થાય
  • સત્તાવાર રીતે નામ બદલાવાનું હો
  • આધાર કાર્ડ અથવા અન્ય દસ્તાવેજ સાથે પાન કાર્ડના નામમાં મેળ ન આવે

આવા કોઈ પણ કારણોસર તમારું પાન કાર્ડ અપડેટ કરાવવું જરૂરી બને છે.

સ્ટેપ બાય સ્ટેપ PAN કાર્ડ નામ સુધારવાની પ્રક્રિયા

– સત્તાવાર વેબસાઇટ પર લોગિન કરો
PAN કાર્ડ સુધારવા માટે NSDL (https://www.tin-nsdl.com/) અથવા UTIITSL ની વેબસાઇટ પર જઈને ઓનલાઇન અરજી કરો.

ફોર્મ પસંદ કરો
‘Changes or Correction in existing PAN Data’ માટેનું ફોર્મ પસંદ કરો.

– અગત્યની વિગતો ભરો
ફોર્મમાં નામ સાથે જોડાયેલા ફેરફાર, જન્મ તારીખ, સરનામું, મોબાઇલ નંબર વગેરેની વિગતો ભરો.

– દસ્તાવેજોની સાથે સમર્થન આપો

  • આધાર કાર્ડ, મતદાર ઓળખપત્ર અથવા પાસપોર્ટ જેવા ઓળખ પત્રની નકલ
  • લગ્ન પછી નામ બદલાવાની સ્થિતિમાં લગ્ન પ્રમાણપત્ર
  • સત્તાવાર ગેઝેટ નોટિફિકેશન જો નામ કાયદેસર બદલાયું હોય

ફી ભરવી અને સબમિટ કરવું
અરજી ફી ચુકવીને ફોર્મ સબમિટ કરો. તમે ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો.

એનૉલમેન્ટ નંબર મેળવી લો
સબમિટ કર્યા પછી તમારું એક્નૉલેજમેન્ટ નંબર મળશે, જેના દ્વારા તમે સ્ટેટસ ટ્રેક કરી શકો છો.

પાન કાર્ડ ક્યારે મળશે?

સફળતાપૂર્વક અરજી કર્યા બાદ સામાન્ય રીતે 10 થી 15 કામકાજના દિવસોમાં તમારું PAN કાર્ડ પોસ્ટ દ્વારા તમારી નોંધાયેલ સરનામે મોકલવામાં આવશે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

જો તમારા PAN કાર્ડમાં નામ સંબંધિત કોઈ ભૂલ છે, તો તેને ટાળવા નહીં – ખાસ કરીને 15 સપ્ટેમ્બર 2025ની ITR ડેડલાઇન પહેલાં. સમયસર PAN કાર્ડ અપડેટ કરવાથી તમારા નાણાકીય કાર્યો સરળતાથી આગળ વધશે.

WhatsApp Group Join Now

Leave a Comment