આજે નવેમ્બર મહિનાનો પહેલો દિવસ છે. નવેમ્બર મહિનાની શરૂઆત સાથે, ઘણા નવા નાણાકીય ફેરફારો થયા છે, આ ફેરફારોની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડી છે. અહીં આપણે જાણીએ કે આજથી એટલે કે નવેમ્બર મહિનાથી કયા ક્યા ફેરફારો થયા છે અને કઈ બાબતોમાં સાવધાન રહેવાની જરૂર છે.
એલપીજીના ભાવમાં ફેરફાર
દર મહિનાની શરૂઆતમાં સરકારી તેલ કંપનીઓ એલપીજી (LPG), પીએનજી (PNG) અને સીએનજી (CNG) ના ભાવ નક્કી કરે છે. આ વખતે તહેવારોનો અવસર છે ત્યારે દિવાળી પહેલા ફરી એકવાર 19 કિલોના સિલિન્ડરની કિંમતમાં વધારો થયો છે. 1 નવેમ્બરથી દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત વધીને 1833 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે.
આ પહેલા દિલ્હીમાં 19 કિલોના સિલિન્ડરની કિંમત 1,731. 50 રૂપિયા હતી. જોકે, ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ સાથે 1 નવેમ્બરથી 19 કિલોના સિલિન્ડરની કિંમતમાં 102 રૂપિયાનો વધારો કરવામાં આવ્યા બાદ હવે દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડર 1833 રૂપિયામાં મળશે.
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર
એલપીજીની જેમ પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ મહિનાના પહેલા દિવસે બદલાય છે. આવી સ્થિતિમાં, પહેલી નવેમ્બરથી દેશના વિવિધ ભાગોમાં તેમની કિંમતો જાહેર કરવામાં આવી નથી એટલે કે, હજી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર જણાયો નથી.
GST નિયમોમાં નિયમો
1 નવેમ્બરથી GST સંબંધિત મોટો ફેરફાર થયો છે. નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટરના જણાવ્યા અનુસાર, 1 નવેમ્બરથી, 100 કરોડ રૂપિયા કે તેથી વધુનું ટર્નઓવર ધરાવતી કંપનીઓએ 1 નવેમ્બરથી એટલે કે આજથી 30 દિવસની અંદર ઇ-ઇન્વૉઇસ પોર્ટલ પર GST ઇન્વૉઇસ અપલોડ કરવાનું રહેશે.
બંધ એલઆઈસી પોલિસીને સક્રિય કરવાની છેલ્લી તક
ભારતીય જીવન વીમા નિગમની બંધ થયેલી પોલિસીને ફરીથી શરૂ કરવાની ગઈ કાલે છેલ્લી તક હતી. 31મી ઓક્ટોબર સુધી કોઈપણ સમસ્યા વિના બંધ થયેલી પોલિસી ફરી શરૂ થઈ શકતી હતી. પરંતુ હવેથી 1 નવેમ્બરથી તમને આ બંધ થયેલી પોલિસીને શરૂ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
શેરબજારમાં વ્યવહારો મોંઘા થશે
બોમ્બે સ્ટોક એક્સચેન્જે 20 ઓક્ટોબર રોજ જાહેરાત કરી હતી કે, ઇક્વિટીના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં ટ્રાન્ઝેક્શન પર ચાર્જ 1 નવેમ્બરથી વધશે. આવી સ્થિતિમાં, રોકાણકારોએ આજથી એટલે કે નવેમ્બરથી શેરબજારના વ્યવહારો પર કેટલાક વધારાના પૈસા ચૂકવવા પડી શકે છે. નિયમોમાં ફેરફાર ડીમેટ ખાતા ધરાવતા રોકાણકારોને અસર કરશે જેઓ ફ્યુચર્સ અને વિકલ્પોમાં વેપાર કરે છે.
વીમાધારક માટે KYC ફરજિયાત
1 નવેમ્બરથી, ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI) એ તમામ વીમાધારકો માટે KYC ફરજિયાત બનાવ્યું છે. 1લી નવેમ્બરથી આ નિર્ણયની સીધી અસર વીમા પોલિસીધારકો પર પડશે.
ઈલેક્ટ્રોનિક વસ્તુઓની આયાત કરવાના નિયમોમાં ફેરફાર
કેન્દ્ર સરકારે ઓક્ટોબર મહિના સુધી HSN 8741 કેટેગરીના લેપટોપ, પર્સનલ કમ્પ્યુટર અને અન્ય ઈલેક્ટ્રોનિક વસ્તુઓની આયાત પર મુક્તિની જાહેરાત કરી હતી. આવી સ્થિતિમાં નવેમ્બર મહિનામાં લગતા નવા નિયમો લાગુ થઈ શકે છે. જોકે હજુ સુધી સરકાર દ્વારા આ અંગે કોઈ અપડેટ જારી કરવામાં આવી નથી.
નવેમ્બરમાં બેંકો 15 દિવસ બંધ રહેશે
નવેમ્બર મહિનામાં દેશના વિવિધ ભાગોમાં વિવિધ તહેવારોને કારણે બેંકોમાં 15 દિવસ બંધ રહેશે. આ રજાઓમાં દિવાળી તેમજ શનિવાર અને રવિવારની રજાઓનો સમાવેશ થાય છે. આ રજાઓ દરમિયાન બેંકોની ઓનલાઈન સેવાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે. આવી સ્થિતિમાં, જો તમે નવેમ્બર મહિનામાં કોઈપણ કામ પૂર્ણ કરવા માટે બેંક શાખામાં જવાની તૈયારી કરી રહ્યા છો, તો બેંક રજાઓની સૂચિ તપાસ્યા પછી જ ઘરની બહાર નીકળવું અને શક્ય હોય ત્યાં સુધી ઓનલાઈન સેવાઓનો લાભ લઈને તમારું કાર્ય પૂર્ણ કરવું
આવી વધારે જાણકારી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો..