1 નવેમ્બરથી થશે આ મોટાં ફેરફારો; તમારા ખિસ્સા પર અસર પડે તે પહેલાં જાણી લો… Changes From 1 November 2023

WhatsApp Group Join Now

1 નવેમ્બરથી થશે આ મોટાં ફેરફારો; તમારા ખિસ્સા પર અસર પડે તે પહેલાં જાણી લો… Changes From 1 November 2023

નવેમ્બર મહિનાને હવે માત્ર 1 દિવસ બાકી છે ત્યારે દરેક મહિનાની શરુઆત સાથે અનેક ફેરફારો જોવા મળતા હોય છે. ત્યારે આ વખતે તહેવારોની સિઝન વચ્ચે ઘણી વસ્તુઓ અને તેની કિંમતમાં ફેરફારો થવાના છે અને તેની સીધી અસર સામાન્ય માણસ અને તેના ખિસ્સા પર પડશે.

1 નવેમ્બરથી કેટલીક વસ્તુઓમાં ફેરફાર થવાના છે જેની અસર તમારા ખિસ્સા પર પડશે. આવી સ્થિતિમાં આજે અમે તમને 1 નવેમ્બરથી કયા મોટા ફેરફારો થઈ રહ્યા છે તે અંગેની માહિતી આપીશું.

ગેસ સિલિન્ડરની કિંમત

ગેસ સિલિન્ડરની કિંમતો દર મહિનાની પહેલી તારીખે બદલાય છે. જેની સીધી અસર તમામ સામાન્ય લોકોને થાય છે. આ દિવસે ગેસ સિલિન્ડરની કિંમત આખા મહિના માટે નક્કી કરવામાં આવી છે. ઓઈલ કંપનીઓના મતે કિંમતોમાં વધારો અથવા ઘટાડો થઈ શકે છે.

આ ઉપરાંત, એવું પણ થઈ શકે છે કે કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં ન આવે એટલે કે હાલના જે ભાવો ચાલી રહ્યાં છે તે જ રહી શકે છે.

GST સંબંધિત નિયમોમાં ફેરફાર

નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (National Informatics Centre – NIC) મુજબ, રૂ. 100 કરોડ કે તેથી વધુનું ટર્નઓવર ધરાવતા વ્યવસાયોએ 1 નવેમ્બરથી 30 દિવસની અંદર ઇ-ચલણ પોર્ટલ પર GST ચલણ અપલોડ કરવાનું રહેશે. જીએસટી ઓથોરિટીએ સપ્ટેમ્બર મહિનામાં આ નિર્ણય લીધો હતો.

ઈમ્પોર્ટને લઈને ડેડલાઈન

સરકારે HSN 8741 કેટેગરીમાં આવતા લેપટોપ, ટેબલેટ, પર્સનલ કોમ્પ્યુટર અને અન્ય ઈલેક્ટ્રોનિક વસ્તુઓની આયાત પર 30 ઓક્ટોબર સુધી છૂટ આપી હતી. જો કે 1લી નવેમ્બરથી શું થશે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

ટ્રાન્ઝેક્શન ફી વધશે

બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે BSE એ 20 ઓક્ટોબરે જાહેરાત કરી હતી કે તે 1 નવેમ્બરથી ઇક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટ પર ટ્રાન્ઝેક્શન ફી વધારશે. આ ફેરફારો S&P BSE સેન્સેક્સ વિકલ્પો પર લાગુ થશે. ટ્રાન્ઝેક્શન ખર્ચમાં વધારો થવાથી વેપારીઓ, ખાસ કરીને છૂટક રોકાણકારો પર નકારાત્મક અસર પડશે.

આવી વધારે જાણકારી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

1 thought on “1 નવેમ્બરથી થશે આ મોટાં ફેરફારો; તમારા ખિસ્સા પર અસર પડે તે પહેલાં જાણી લો… Changes From 1 November 2023”

Leave a Comment