Jio યુઝર્સને મોટો ઝટકો! સૌથી સસ્તા રિચાર્જ પ્લાન થયા મોંઘા, આ સાથે વેલિડિટી પણ ઘટી…

WhatsApp Group Join Now

રિલાયન્સ જિયો તેના ગ્રાહકો માટે હંમેશા સસ્તા અને નવા પ્લાન્સ લોન્ચ કરતું રહે છે. જેથી ગ્રાહકોને ઓછી કિંમતમાં સારી સુવિધાઓ મળી રહે છે. ત્યારે હવે જિયોએ પોતાના બે પ્લાન્સમાં બદલાવ કરીને યુઝર્સને એક મોટો ઝટકો આપ્યો છે. બંને જ ડેટા વાઉચર છે, જે એડિશનલ ડેટા માટે યુઝર્સની પહેલી પસંદ હોય છે.

ડેટા યુઝ થશે મોંઘો

આપણે અહીં જિયોના 19 રૂપિયાવાળો અને 29 રૂપિયાવાળો ડેટા વાઉચર વિશે વાત કરી રહ્યા છીએ. આ બંને પ્લાન્સમાં યુઝર્સને ચાલુ પ્લાનની વેલીડિટી સુધી ડેટા મળતો હતો. જેમાં 10 રૂપિયા વાળા વાઉચર પ્લાનમાં કંપની 1 GB ડેટા ઓફર કરે છે અને 29 રૂપિયા વાળા વાઉચરમાં 2 GB ડેટા કંપની તરફથી મળે છે. આ બંને પ્લાનની વેલીડિટી ચાલુ પ્લાનની વેલીડિટી સુધીની મળતી હતી.

એટલે કે જો તમારો બેઝ પ્લાન 70 દિવસની વેલીડિટી વાળો છે અને તમે પહેલા દિવસે જ 19 રૂપિયાનું રિચાર્જ કર્યું છે, તો તમે 70 દિવસો સુધી 1GB ડેટા વાપરી શકો છો. જોકે હવે કંપનીએ આ પ્લાનની સમય મર્યાદામાં જ બદલાવ કર્યો છે. હવે આ વાઉચર સાથે બેઝ પ્લાન વાળી વેલીડિટી નહીં મળે.

19 રૂપિયા વાળો વાઉચર

19 રૂપિયા વાળા ડેટા વાઉચર સાથે 1GB ડેટા તમને બેઝ પ્લાનની વેલીડિટીના બદલામાં માત્ર 1 દિવસની જ વેલીડિટી મળશે. એટલે તમે જે દિવસે રિચાર્જ કરશો તે જ દિવસ માટે તમને ડેટા મળશે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

29 રૂપિયા વાળો વાઉચર

ત્યારે 29 રૂપિયા વાળા ડેટા વાઉચર સાથે 2GB ડેટા તમને બેઝ પ્લાનની વેલીડિટીના બદલામાં માત્ર 2 દિવસની જ વેલીડિટી મળશે. એટલે તમે જે દિવસે રિચાર્જ કરશો ત્યારથી 2 દિવસ સુધી માટે તમને ડેટા મળશે.

WhatsApp Group Join Now

Leave a Comment