આજના સમયમાં મોંઘવારી વધી રહી છે. જેમાં પેટ્રોલ ડિઝલના ભાવ પણ આસમાને પહોંચ્યા છે જેના પગલે હવે લોકો સીએનજી કાર લઈ રહ્યા છે. જો તમારી કારમાં CNG કીટ લગાવેલી હોય, તો તમારે કારમાં કેટલીક સાવચેતી રાખવી જોઈએ, જો યોગ્ય સાવચેતી નહીં રાખો તો તમારી કાર બોમ્બની જેમ ફૂટી શકે છે.
CNG ખૂબ જ જ્વલનશીલ ગેસ છે અને જો તમે કારમાં કોઈ ભૂલ કરો છો તો તેના ખૂબ જ ખતરનાક પરિણામો આવી શકે છે.

લોકલ ગેસ કીટનો ઉપયોગ
જો તમે તમારી કારમાં લોકલ CNG કીટ લગાવી રહ્યા છો, તો તમારે સાવચેત રહેવાની જરૂર છે કારણ કે લોકલ ગેસ કીટ પર વિશ્વાસ કરવો ખૂબ મુશ્કેલ છે, તેમની કિંમત ઓછી હોઈ શકે છે પરંતુ તે તમારા વાહન માટે ખતરનાક બની શકે છે.
ગેસ કીટની નિયમિત રીતે ન તપાસ કરાવો
જો તમે સમયાંતરે તમારા CNG સિલિન્ડરની તપાસ ન કરાવો તો અકસ્માત થઈ શકે છે. તમે તેમાં થતી સમસ્યાઓથી અજાણ હશો અને પછી એક નાની ભૂલ મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે.
લીકેજને કારણે કારમાં વિસ્ફોટ થઈ શકે
જો તમે કારમાં CNG સિલિન્ડરમાંથી લીકેજ થતું હોય અને તમે તેના પર ધ્યાન નહીં આપો તો તે તમારી મોટી ભૂલ સાબિત થઈ શકે છે. કેટલીક વખત લીકેજને કારણે કારમાં વિસ્ફોટ થઈ શકે છે. જો કારમાં કોઈપણ પ્રકારનો સ્પાર્કિંગ થાય તો આ સિલિન્ડર બોમ્બની જેમ ફૂટી શકે છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
ગરમીમાં પાર્કિંગ ન કરો
જો તમે ઉનાળામાં તમારી કાર ખુલ્લામાં પાર્ક કરો છો, તો આવું કરવાનું ટાળો કારણ કે તેનાથી તમારી કારમાં મોટો વિસ્ફોટ થઈ શકે છે. હકીકતમાં, જો કાર ગરમ જગ્યાએ પાર્ક કરવામાં આવે તો તે વધુ પડતી ગરમ થઈ શકે છે અને આગ કે વિસ્ફોટનું જોખમ રહેલું છે.










