આયરનની ખામી દુર કરવા આ 3 વસ્તુઓનું સેવન કરો, શરીરમાં ઝડપથી વધશે લોહી…

WhatsApp Group Join Now

Iron Rich Food: શરીર બરાબર રીતે કામ કરતું રહે તે માટે બધા જ પોષક તત્વ વિટામીન અને ખનીજ પૂરતા પ્રમાણમાં હોય તે જરૂરી છે. આયરન પણ એવું ખનીજ છે જેની ખામીથી શરીર પ્રભાવિત થાય છે.

શરીરમાં આયરન ઓછું હોય તો એનિમિયા થઈ શકે છે એનિમિયા એવી કન્ડિશન છે જેમાં રક્તમાં હેલ્ધી બ્લડ સેલ્સ ઓછા થવા લાગે છે.

જો કોઈ વ્યક્તિને એનીમિયા હોય તો તેને સતત નબળાઈ લાગે છે, સતત થાક લાગે છે, ત્વચા પીળી પડી જાય છે, નખ વારંવાર તૂટે છે, ભૂખ ઓછી લાગે છે. તેથી જ જરૂરી છે કે આયરનની ખામી શરીરમાં હોય તો તેને સમયસર પૂરી કરવામાં આવે.

હેલ્થ એક્સપર્ટ અનુસાર જે લોકોના શરીરમાં આયરનની ખામી હોય તેને ડાયટમાં 3 વસ્તુને જરૂર સામેલ કરવી. આ ત્રણ વસ્તુઓ એવી છે જેનાથી શરીરને ભરપૂર માત્રામાં આયરન મળી શકે છે. આ ત્રણ વસ્તુઓ કઈ છે ચાલો તમને પણ જણાવીએ..

સફેદ અને કાળા તલ

100 ગ્રામ તલમાં 14 થી 16 એમજી આયરન હોય છે. શરીરને પૂરતા પ્રમાણમાં આયરન મળી રહે તે માટે રોજ એક થી બે ચમચી શેકેલા તલ ખાઈ શકાય છે. આ સિવાય આહારમાં તલનો સમાવેશ તલની ચટણી, તલના લાડુ જેવી વસ્તુઓના માધ્યમથી પણ કરી શકાય છે.

રાજગરો

રાજગરો સામાન્ય રીતે ફરાળમાં ઉપયોગમાં લેવામાં આવે છે. રાજગરાના નાના નાના દાણા પણ આયરનનો ભંડાર હોય છે. 100 gm રાજગરામાંથી 7થી 9 એમજી સુધીનું આયરન મળી શકે છે. રાજગરાનો ઉપયોગ પણ અલગ અલગ રીતે કરી શકાય છે. રાજગરાના લોટની રોટલી ખાઈ શકાય છે જે આયરનથી ભરપૂર હોય છે અને ગ્લુટન ફ્રી હોય છે.

અડદની દાળ

100 ગ્રામ અડદની દાળમાંથી પણ 7 થી 9 એમજી આયરન મળે છે. અડદની દાળનો સમાવેશ ભોજનમાં કરી શકાય છે. આ ત્રણ વસ્તુનું સેવન કરવા સિવાય પણ તમે શરીરમાં આયરનનું અવશોષણ વધારી શકો છો.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

શરીરમાં આયરનનું અવશોષણ વધે તે માટે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું. જેમકે જમ્યા પછી તુરંત ચા કે કોફી પીવાનું ટાળો. આયરન સાથે વિટામિન સી નું સેવન પણ કરો. એટલે કે આહારમાં લીંબુ, ટામેટા, આમળા જેવી વસ્તુઓનો સમાવેશ કરો જેનાથી આયરનનું અવશોષણ સારી રીતે થઈ શકે.

અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

WhatsApp Group Join Now

Leave a Comment