Kitchen Hack: કોથમીર અને ફુદીનાનો ઉપયોગ અનેક પ્રકારની ઇન્ડિયન ડિશમાં કરવામાં આવે છે. આ લીલા પાન માત્ર ખાવાનો સ્વાદ જ નહીં, પરંતુ ઓવરઓલ હેલ્થ માટે અનેક રીતે ગુણકારી છે. પરંતુ ફૂદીનો અને કોથમીર જ્યારે તમે લાવો ત્યારે પાન પીળા પડી જાય છે અને ફેંકવાનો વારો આવે છે.
કોથમીર અને ફૂદીનો તમે પ્રોપર રીતે સ્ટોર કરતા નથી તો પાન ખરાબ થઈ જાય છે અને અંતે ફેંકવાનો વારો આવે છે.આમ, તમે આ રીતે કોથમીર અને ફૂદીનો સ્ટોર કરશો તો મહિના સુધી ફ્રેશ રહેશે.

કોથમીર અને ફૂદીનો સ્ટોર કરવાની સાચી રીત તમે જાણી લેશો તો મહિના સુધી ખરાબ નહીં થાય. આ કમાલની રીત ડિજિટલ ક્રિએટર શશાંક અલ્સીએ એમના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તો જાણો આ વિશે વધુમાં…
આ રીતે કોથમીર અને ફૂદીનો સ્ટોર કરો
- કોથમીર અને ફૂદીનો સ્ટોર કરવા માટે સૌ પ્રથમ પાન અલગ-અલગ કરી દો.
- ત્યારબાદ જે કાળા અને પીળા પાન પડી ગયા છે એ કાઢી દો. માત્ર તાજા પાન રાખો.હવે આ પાનને ચોખ્ખા પાણીથી ધોઈ દો.
- ત્યારબાદ એક સ્વચ્છ કપડા પર મૂકી દો અને હળવા હાથે પ્રેશ કરતા કોરા કરી દો.
- ત્યારબાદ એર ટાઈટ કન્ટેનરમાં ભરીને ટિશ્યુ લગાવી દો.
- હવે ટિશ્યુ ઉપર તૈયાર કોથમીર અને ફુદીનાના પાન મૂકી દો.
- ત્યારબાદ ફરી ઉપરથી ટિશ્યુ લગાવીને કન્ટેનરમાં ટાઈટ બંધ કરી દો. હવે તમે આ ફ્રિજમાં મૂકી શકો છો.
- શશાંક અલ્સી જણાવે છે કે આ રીતે તમે કોથમીર અને ફૂદીનો સ્ટોર કરશો તો મહિના સુધી ખરાબ નહીં થાય.
આમ, તમે આ ટિપ્સ ફોલો કરીને કોથમીર અને ફુદીનાને મહિનાને સુધી સ્ટોર કરી શકો છો. આ માટે તમારે વધારે મહેનત કરવાની જરૂર નહીં પડે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
ફૂદીનો અને કોથમીર સ્ટોર કરવાની આ રીત તમે જાણી લેશો અને ફોલો કરશો તો લાંબા સમય સુધી ઉપયોગમાં લઈ શકશો. આ માટે તમારે વધારે મહેનત કરવાની જરૂર નહીં પડે. વીડિયોમાં જોઈને પણ તમે કોથમીર અને ફૂદીનો સ્ટોર કરી શકો છો.