Credit Card Benefits: શું તમે ક્રેડિટ કાર્ડ રાખો છો? ક્રેડિટ કાર્ડના આ 10 સિક્રેટ ફિચર્સ જાણી લો અને તેનો ઉઠાવો ફાયદો…

WhatsApp Group Join Now

દેશમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ વધતો જઈ રહ્યો છે. લોકો નાના-મોટા તમામ પ્રકારના ટ્રાન્ઝેક્શન માટે તેનો ઉપયોગ કરે છે. મોટાભાગના લોકો માત્ર કેશબેક, રિવોર્ડ પોઈન્ટ્સ અને EMI ઓપ્શન પર ધ્યાન આપે છે. પરંતુ ઘણા એવા ફિચર્સ છે જેનો કાર્ડહોલ્ડર્સ ઉપયોગ નથી કરતા અથવા તેમને એ વિશે માહિતી હોતી નથી.

જો આપની પાસે ક્રેડિટ કાર્ડ છે, તો તેના હિડન બેનિફિટ્સને જાણવાનો સમય આવી ગયો છે. આજે અમે તમને ક્રેડિટ કાર્ડના એવા 10 હિડન બેનિફિટ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

રિવોર્ડ પોઈન્ટ્સની એક્સપાયરી

જ્યારે તમે તમારા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને કોઈ ટ્રાન્ઝેક્શન કરો છો, ત્યારે તમને પોઈન્ટ્સ મળે છે. તમે આ પોઈન્ટ્સનો ઉપયોગ વાઉચર, ફ્લાઇટ ટિકિટ અથવા શોપિંગ પર છૂટ માટે કરી શકો છો. જો કે, ઘણા ક્રેડિટ કાર્ડ યુઝર્સ તેમના પોઈન્ટ્સને એક્સપાયર થવા દેતા હોય છે.

ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન કંટ્રોલ

આપને તમારા ક્રેડિટ કાર્ડ પર ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શનને અનેબલ અથવા ડિસેબલ કરવાની સુવિધા મળે છે. આ ઓનલાઇન બેન્કિંગ, મોબાઇલ એપ અથવા કસ્ટમર સર્વિસ દ્વારા કરી શકાય છે. આ છેતરપિંડીને રોકવા માટે એક સારો ફીચર છે.

કોન્ટેક્ટલેસ પેમેન્ટ

ક્રેડિટ કાર્ડમાં ટૅપ-એન્ડ-પે ટ્રાન્ઝેક્શનની સુવિધા હોય છે. આ ફીચર્સ સુરક્ષા અને સુવિધાને વધારતા હોય છે. જો કે, ઘણા લોકો હજુ પણ તેમના કાર્ડને ઇન્સર્ટ કરે છે અથવા ડિટેલ્સ મેન્યુઅલી દાખલ કરે છે. આથી છેતરપિંડીનો ખતરો વધે છે. કોન્ટેક્ટલેસ પેમેન્ટ કાર્ડ સ્કિમિંગના જોખમને ઓછું કરે છે.

બેલેન્સ ટ્રાન્સફર ફિચર

ક્રેડિટ કાર્ડનું બાકી બેલેન્સ બીજા ક્રેડિટ કાર્ડ પર ટ્રાન્સફર કરીને ક્રેડિટ કાર્ડ બિલનું પેમેન્ટ કરી શકાય છે. તમે તમારા ક્રેડિટ કાર્ડનું બાકી બેલેન્સ બીજા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ચૂકવી શકો છો.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

સામાન્ય રીતે ઓછા વ્યાજ દરવાળા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ બીજા ક્રેડિટ કાર્ડના બિલનું પેમેન્ટ કરવા માટે કરવો જોઈએ. જો કે, કાર્ડધારકોએ ધ્યાન રાખવું જોઈએ કે એક કાર્ડથી બીજા કાર્ડમાં બેલેન્સ ટ્રાન્સફર કરવા પર ચાર્જ પણ લાગે છે.

કોમ્પ્લિમેન્ટરી એરપોર્ટ લાઉન્જ એક્સેસ

ઘણા ક્રેડિટ કાર્ડ એરપોર્ટ લાઉન્જ એક્સેસની સુવિધા ફ્રીમાં આપતા હોય છે. આથી મુસાફરો આરામદાયક બેઠકો, ફ્રી વાઈ-ફાઈ અને ફ્રી ભોજનનો આનંદ લઈ શકે છે. જો કે, ઘણા યુઝર્સ ચેક નથી કરતા કે તેમના કાર્ડમાં આ ફાયદો છે કે નહીં.

ફ્યુઅલ સરચાર્જ છૂટ

ઘણા ક્રેડિટ કાર્ડ પેટ્રોલ પંપ પર 1% ફ્યુઅલ સરચાર્જ માફીની સુવિધા આપે છે. ઘણા લોકો ફ્યુઅલ પેમેન્ટ માટે તેમના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ નથી કરતા કારણ કે તેમને લાગે છે કે તેમાં હિડન ચાર્જ હશે. પરંતુ જો તમારા કાર્ડમાં આ સુવિધા છે, તો તમે તમારા ફ્યુઅલ ખર્ચને ઓછું કરી શકો છો.

બુકિંગ માટે કન્સીયજ સર્વિસ

ઘણા ક્રેડિટ કાર્ડ કન્સીયજ સર્વિસની ફિચર આપે છે. આનો અર્થ એ છે કે તમે તમારી કાર્ડ કંપનીને કોલ કરીને ફ્લાઇટ બુક કરી શકો છો, રેસ્ટોરન્ટમાં બેઠક રિઝર્વ કરી શકો છો અથવા ઇવેન્ટ ટિકિટ ખરીદી શકો છો.

ફેમિલી માટે ફ્રી એડ-ઓન કાર્ડ

કેટલાક ક્રેડિટ કાર્ડ તમને ફેમિલી મેમ્બર્સ માટે ફ્રી એડ-ઓન કાર્ડ લેવાની સુવિધા આપે છે. આ કાર્ડ એક જ ક્રેડિટ લિમિટ શેર કરે છે અને સમાન ફાયદા આપે છે.

ખરીદી પર નો-કોસ્ટ EMI

ઘણા લોકો મોંઘા સામાનની સંપૂર્ણ કિંમત એક સાથે ચૂકવી દે છે. પરંતુ ઘણા ક્રેડિટ કાર્ડ પાર્ટનર સ્ટોર્સ પર નો-કોસ્ટ EMIની સુવિધા આપે છે.

ક્રેડિટ કાર્ડ પર ઇન્શ્યોરન્સ કવર

ઘણા ક્રેડિટ કાર્ડ યુઝર્સને ફ્રી ઇન્શ્યોરન્સ ફાયદા આપે છે. તેમાં એક્સિડેન્ટલ ડેથ કવર, ખોવાયેલા કાર્ડની લાયબિલિટી પ્રોટેક્શન અથવા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ સામેલ હોઈ શકે છે.

WhatsApp Group Join Now

Leave a Comment