ઉત્તર ગુજરાતમાં ગઈકાલ સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગ સ્વરૂપે વરસાદ ચાલુ રહ્યો હતો પરંતુ હવે આજથી એટલે કે 6થી 9 તારીખ સુધી પ્રી મોન્સૂન એક્ટિવટીમાં સાવ ઘટાડો થઈ જશે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એકલ દોકલ વિસ્તાર સિવાય ક્યાંક ખાસ પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મેળે તેવી 9 તારીખ સુધી શકયતા સાવ ઓછી છે.
અરબીસમુદ્રમાં પહેલા બહુ વાવાઝોડા બનતા ન હતા અને બનતા એ એટલા મજબૂત ના બનતા પરંતુ છેલ્લા થોડા વર્ષોથી અરબીસમુદ્રની સપાટીનું તાપમાન વધ્યું છે જેના કારણે આપણે વાવાઝોડા બનવાનું પ્રમાણ વધ્યું અને બને છે તે પણ પહેલા કરતા વધુ તીવ્ર બનવા લાગ્યા છે, જેનું પરિણામ એ આવ્યું કે આપણે તેને ટ્રેક કરવામાં અસમર્થ થઈ ગયા કેમ કે હજુ આપણે તેમાં અભ્યાસની જરૂર છે.
બીપરજોય વાવાઝોડાની વાત કરીએ તો આજે ડિપ્રેશન બની 48 કલાકમાં ગમે ત્યારે વાવાઝોડામાં ફેરવાઇ જશે. આ વાવાઝોડુ જેટલું લક્ષદ્રીપ ટાપુ નજીક બન્યું હોત એટલું ગુજરાત માટે સારું રહે પરંતુ સિસ્ટમ લાક્ષદ્રીપથી ઘણી દૂર બની છે એટલે હવે ગુજરાત પર વાવાઝોડુ ત્રાટકવાની સંભાવના લગભગ ખૂબ ઓછી છે.
જો વાવાઝોડુ ગુજરાતથી વધુ દૂરથી જશે તો ગુજરાતને વરસાદનો ફાયદો પણ ઓછો મળશે. બીપરજોય વાવાઝોડા ઓમાન તરફ જશે તો આપણે વરસાદનો ફાયદો નહીં મળે, પરંતુ જો તે ગુજરાત નજીકથી પસાર થશે તો, સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાત લાગુ મધ્ય ગુજરાતને વરસાદ રૂપી ફાયદો આપશે. કેટલો ફાયદો આપે એ સિસ્ટમ કેટલી ગુજરાત નજીક પસાર થાય તેના પર રહેશે.
આગામી 10-11 તારીખથી વાવાઝોડાની અસર હેઠળનો આ ચોમાસાનો પહેલો લોટરી રાઉન્ડ શરૂ થશે. હવે એ રાઉન્ડ કેવો રહે એ બે દિવસ પછી વાવાઝોડુ ચાલે પછી ખ્યાલ આવશે કે કેટલું નજીકથી નીકળવાની શકયતા બનશે તેના પર રહેશે.
હજુ પણ વાવાઝોડાનો રૂટ સાવ ફાઇનલ નથી થયો અને અરબીસમુદ્રમાં બનતા વાવાઝોડા રસ્તામાં પોતાનો રૂટ બદલવા માટે જાણીતા છે જે આપણે તૌકતેમાં જોયું છે કે પહેલા તે ગુજરાતની સાવ નજીક આવીને ટર્ન લેવાનું હતું પણ ટર્ન લીધો નહિ અને ગુજરાતમાં જ ત્રાટકી ગયું એટલે આ બીપરજોય વાવાઝોડાને પણ હજુ બે દિવસ ઓબજર્વેશન કરવો પડશે કે તે કઈ રીતે મુવમેન્ટ કરે છે કેટલી ગતિથી કરે છે પછી જ ફાઇનલ રૂટ નકકી થશે.