× Special Offer View Offer

સાવધાન: આપની ટૂથપેસ્ટમાં પણ ઝેર હોઈ શકે છે! ટૂથપેસ્ટના આ બ્રાન્ડ્સમાં મળ્યા ખતરનાક ધાતુ…

WhatsApp Group Join Now

એક નવા સંશોધને દુનિયાભરમાં લોકપ્રિય ટૂથપેસ્ટ બ્રાન્સની સચ્ચાઈ પરથી પડદો હટાવ્યો છે. જેનાથી સામાન્ય લોકોને ચિંતા થવી સ્વાભાવિક છે.

ધ ગાર્જિયનના એક રિપોર્ટ અનુસાર, Lead Safe Mama નામની સંસ્થા દ્વારા કરવામાં આવેલા થર્ડ પાર્ટી લેબ ટેસ્ટમાં સામે આવ્યું છે કે, જે 51 ટૂથપેસ્ટ બ્રાન્ડ્સની તપાસ કરી, તેમાંથી 90 ટકામાં લેડ (સીસુ) અને 65 ટકામાં આર્સેનિક જેવા ખતરનાક ભારે ધાતુઓ જોવા મળ્યા છે.

બાળકો માટે સુરક્ષિત નથી આ ટૂથપેસ્ટ

રિસર્ચમાં એવું પણ સામે આવ્યું છે કે જે ટૂથપેસ્ટ અને ટૂથ પાઉડરની બ્રાન્ડ્સની તપાસ થઈ , તેમાં કેટલીય પ્રોડક્ટ્સ પણ સામેલ હતી, જે ખાસ કરીને બાળકો માટે બનાવી છે.

નવાઈની વાત એ છે કે તેમાં 47 ટકા પ્રોડક્ટ્સમાં મરક્યૂરી અને 35 ટકામાં કેડમિયમ હતું. Lead Safe Mamaના ફાઉંડર ટેમરા રુબિને તેને 2025માં ખૂબ જ ચોંકાવનારુ અને અવિવેકી ગણાવ્યું. તેમનું કહેવું છે કે, આશ્ચર્યની વાત એ છે કે કોઈએ આ ખતરાને ગંભીરતાથી નથી લીધું.

સ્વાસ્થ્ય પર ગંભીર અસર

રિસર્ચમાં જે ભારે ધાતુઓ જોવા મળી છે, તે વોશિંગટન રાજ્યના માપદંડોની વિરુદ્ધ છે. જો કે અમેરિકી ફેડરલ નિયમોનું ઉલ્લંઘન નથી કરતી. પણ નિષ્ણાંતોનું માનવું છે કે સીસાની કોઈ પણ માત્રા સ્વાસ્થ્ય માટે સુરક્ષિત નથી.

મેયો ક્લિનિકની વેબસાઈટ પર લખ્યું છે કે, સીસાની થોડી એવી માત્રા પણ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી કરે છે. ખાસ કરીને 6 વર્ષથી નાની ઉંમરના બાળકોમાં લેડ પોયઝનિંગ માનસિક અને શારીરિક વિકાસને ખરાબ રીતે પ્રભાવિત કરી શકે છે. અને વધારે માત્રામાં તે જીવલેણ સાબિત થઈ શકે છે.

આ લિસ્ટમાં કઈ કઈ બ્રાન્ડ્સ છે?

આ તપાસમાં જે મુખ્ય બ્રાન્ડ્સમાં ભારે ધાતુઓ જોવા મળી છે, તેમાં આ બ્રાન્ડ્સના નામ સામેલ છે.

  • Crest
  • Sensodyne
  • Tom’s of Maine
  • Dr Bronner’s
  • Davids
  • Dr Jen
  • Colgate
  • Dr Brite

આ પ્રોડક્ટ્સની તપાસ Lead Safe Mama, LLC દ્વારા સામુદાયિક ભાગીદારી અને સ્વતંત્ર લેબના માધ્યમથી કરવામાં આવી હતી.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

આ રિપોર્ટ ટૂથપેસ્ટ જેવા દૈનિક ઉપયોગની પ્રોડક્ટમાં છૂપાયેલા સંભવિત ખતરાને ઉજાગર કરે છે. ગ્રાહકોને આ અંગે જાગૃત થવું જોઈએ. પ્રોડક્ટના લેબલ વાંચો અને ખાતરી કરો કે જે પ્રોડક્ટ તેઓ વાપરી રહ્યા છે, તે સ્વાસ્થ્ય માટે સારુ છે કે નહીં.

અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

WhatsApp Group Join Now

Leave a Comment