ડાયાબિટીસના દર્દીએ રોજ સવારે ખાલી પેટ આ 2 વસ્તુનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં આવી જશે!

WhatsApp Group Join Now

આજકાલ ખોટી ખાણીપીણી અને ખરાબ જીવનશૈલીના કારણે ડાયાબિટીસની સમસ્યા વકરી રહી છે. ડાયાબિટીસ થાય તો પેન્ક્રિયાઝમાં પૂરતા પ્રમાણમાં ઈન્સ્યુલિનનું ઉત્પાદન થઈ શકતું નથી, જેના કારણે બ્લડ શુગર લેવલ બેકાબૂ થઈને વધવા લાગે છે. જો સમયસર તેને કંટ્રોલ કરવામાં ન આવે તો આ બીમારી શરીરના મુખ્ય અંગોને ડેમેજ કરી શકે છે.

આવામાં બ્લડ શુગરને કંટ્રોલ કરવી ખુબ જરૂરી બને છે. દુર્ભાગ્યની વાત એ છે કે ડાયાબિટીસ માટે એવો કોઈ ઈલાજ નથી કે તેને જડમૂળથી ખતમ કરી શકાય. ફક્ત દવાઓ, સ્વસ્થ આહાર અને લાઈફસ્ટાઈલમાં ફેરફારથી તેને કંટ્રોલ કરી શકાય છે.

આ ઉપરાંત કેટલાક ઘરગથ્થું ઉપાયથી પણ બ્લડ શુગર સરળતાથી કંટ્રોલ થઈ શકે છે. અમે તમને એવા જ ઘરગથ્થું ઉપાય વિશે જણાવીશું. જેની મદદથી તમને બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં મદદ મળી શકે છે.

બ્લડ શુગર કંટ્રોલ કરવામાં મેથી અને વરિયાળી કેવી રીતે ફાયદાકારક?

શરીરમાં બ્લડ શુગરને કંટ્રોલ કરવા માટે મેથી અને વરિયાળીનું સેવન ખુબ ફાયદાકારક નીવડી શકે છે. વાત જાણે એમ છે કે આ બંનેમાં ઔષધીય ગુણો ભરપૂરપ્રમાણમાં હોય છે. જે અનેક પ્રકારની બીમારીઓને દૂર કરવામાં મદદ કરે છે.

મેથીમાં ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે જે શરીરમાં કાર્બોહાઈડ્રેટના અવશોષણને ધીમું કરવામાં મદદ કરે છે. જેનાથી બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં મદદ મળી શકે છે. તેના સેવનથી ઈન્શ્યુલિન સંવેદનશીલતામાં સુધાર થાય છે જેનાથી બ્લડ શુગર લેવલ કાબૂમાં કરવામાં મદદ મળી શકે છે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

જ્યારે વરિયાળીમાં ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટ્સ ભરપૂર પ્રમાણમાં હોય છે જે શરીરમાં બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ મળે છે. આ સાથે જ પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં પણ મદદ મળે છે. તેના સેવનથી શરીરમાં ઈન્શ્યુલિનના ઉત્પાદનને વધારવામાં મદદ મળે છે. આ બંનેનું એક સાથે સેવન કરવાથી ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવામાં મદદ મળી શકે છે.

ડાયાબિટીસમાં કેવી રીતે કરવું મેથી અને વરિયાળીનું સેવન?

શરીરમાં બ્લડ શુગરના સ્તરને કંટ્રોલ કરવા માટે મેથી અને વરિયાળીનું પાણી પી શકો છો. તેને તૈયાર કરવા માટે એક પેનમાં એક ગ્લાસ પાણી ગરમ કરો. તેમાં અડધી ચમચી મેથી દાણા અને અડધી ચમચી વરિયાળી નાખીને સારી રીતે ઉકાળી લો. પછી આ પાણીને એક ગ્લાસમાં ગાળીને તેને પીવો. નિયમિત રીતે સવારે તેનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં કરવામાં મદદ મળી શકે છે. આ સાથે જ અન્ય સ્વાસ્થ્ય વર્ધક લાભ પણ મળશે.

અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

WhatsApp Group Join Now

Leave a Comment