ઈ-ચલણ શું છે?
આ એક ઇલેક્ટ્રોનિક ચલણ છે, જે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવાના કારણે ઓટોમેટિક સિસ્ટમ દ્વારા જનરેટ થાય છે. તમારું ચલણ SMS દ્વારા મોકલવામાં આવે છે અને તમે તેને ઓનલાઇન ભરપાઈ પણ કરી શકો છો.
જ્યારે તમે ટ્રાફિક નિયમો તોડો છો, ત્યારે કેમેરા તમારા વાહનની તસવીર લે છે અને તમારી સામે ચલણ જારી થાય છે. પરંતુ, ઘણી વખત કેમેરા ભૂલથી પણ ચલણ કાપી શકે છે, જેમ કે જો કેમેરાએ કોઈ બીજાં વાહનની તસ્વીર લીધેલી હોય અથવા તમારા વાહનનો નંબર યોગ્ય રીતે ઓળખવામાં ન આવ્યો હોય તો આવું બની શકે.

ઈ-ચલણ રદ કરવા માટે શું કરવું?
અધિકૃત પોર્ટલ પર જાઓ
જો તમારું ઈ-ચલણ ભૂલથી કાપાઈ ગયું હોય, તો તમારે તમારા રાજ્યના ટ્રાફિક વિભાગની અધિકૃત વેબસાઈટ પર જવું જોઈએ. ત્યાં લૉગિન કરીને તમારું ઈ-ચલણ તપાસો અને “Dispute” વિકલ્પ પસંદ કરો.
ચલણની વિગતો ચકાસો
તમારા ચલણ નંબર અને વાહન નંબર દાખલ કરીને, સમગ્ર વિગતો ચકાસો. જો તમે માનો છો કે તમારું ઈ-ચલણ ખોટું છે, તો “Dispute” વિકલ્પ પર ક્લિક કરીને ફરિયાદ નોંધાવો.
ભૂલ સ્પષ્ટ કરો
Dispute વિકલ્પ પર ક્લિક કર્યા પછી, તમારે ચલણમાં દર્શાવેલ ભૂલને સ્પષ્ટ કરવી પડશે. ઉદાહરણ તરીકે, જો તમારું વાહન ન હતું, નંબર પ્લેટ સ્પષ્ટ ન હતી, અથવા કેમેરાએ બીજા વાહન માટે તમારું ચલણ જારી કર્યું હોય, તો એ સમજાવવું પડશે. તમે પુરાવા તરીકે તમારા વાહનની તસ્વીરો અથવા તે સમયે ટ્રાફિક પરિસ્થિતિ દર્શાવતો ડેટા પણ આપી શકો.
પુરાવા જમા કરો
જો તમારી પાસે ખોટા ઇ-ચલણના વિરૂદ્ધ મજબૂત પુરાવા છે, તો તે રજૂ કરવાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમે તમારી કારનો GPS ટ્રેકિંગ ડેટા અથવા ડૅશકેમ વિડિયો પણ સબમિટ કરી શકો.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
નોટિસની રાહ જુઓ
તમારી ફરિયાદ નોંધાયા પછી, ટ્રાફિક વિભાગ તમને નોટિસ મોકલે છે. જો તમારી ફરિયાદ સાચી સાબિત થાય, તો તમારું ચલણ રદ થઈ શકે છે. કેટલીક જગ્યાએ આ પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન પૂરી થઈ શકે છે, જ્યારે કેટલાક રાજ્યોમાં તમને વ્યક્તિગત હાજરી આપવા માટે કહી શકાય.
ચલણ રદ થવાનો પુરાવો મેળવો
જો તમારું ઈ-ચલણ સફળતાપૂર્વક રદ થઈ જાય, તો ટ્રાફિક વિભાગ તમને એક સર્ટિફિકેટ અથવા નોટિસ આપે છે, જે દર્શાવે છે કે તમારું ચલણ રદ કરવામાં આવ્યું છે. આ પુરાવા તમારે ભવિષ્ય માટે સાચવી રાખવો જોઈએ, કારણ કે તે આગળ ઉપયોગી થઈ શકે.