લગ્ન પ્રમાણપત્ર છૂટાછેડાની પ્રક્રિયામાં એક સહાયક દસ્તાવેજ છે, પરંતુ તે અનિવાર્ય નથી. જો તમારી પાસે લગ્નનું પ્રમાણ નથી, તો કોર્ટમાં લગ્ન પત્રના અસ્તિત્વને સાબિત કરવા માટે અન્ય સબુત (જેમ કે લગ્નની કંકોત્રી, ફોટા, સાક્ષીનું નિવેદન વગેરે) પ્રસ્તુત કરી શકો છો.
હિન્દુ લગ્ન કાયદો 1955 આ કાયદા મુજબ, લગ્નની માન્યતા માટે લગ્ન નોંધણી ફરજિયાત નથી. એટલે કે, લગ્ન પ્રમાણપત્રની ગેરહાજરીમાં પણ જો અન્ય નક્કર પુરાવા ઉપલબ્ધ હોય, તો લગ્નને માન્ય ગણી શકાય અને છૂટાછેડાની અરજી દાખલ કરી શકાય છે.કલમ 8(5) માં એવું કહેવામાં આવ્યું છે કે, લગ્નની નોંધણી ન હવાને કારણે લગ્ન અમાન્ય હોતા નથી.

સ્પેશિયલ મેરેજ એક્ટ 1954 આ કાયદા મુજબ લગ્નનું રજિસ્ટ્રેશન ફરજિયાત છે. જોકે, જો પ્રમાણપત્ર ઉપલબ્ધ ન હોય, તો અન્ય માન્ય દસ્તાવેજો દ્વારા છૂટાછેડા માટે અરજી કરી શકાય છે.
સુપ્રીમ કોર્ટના મંતવ્યો અને સીમાચિહ્નરૂપ ચુકાદાઓ જોઈએ તો. સુપ્રીમ કોર્ટે અનેક તકે આ સિદ્ધ કર્યું છે કે, લગ્નના અસ્તિત્વને સાબિત કરવા માટે માત્ર લગ્નનું પ્રમાણપત્ર એકમાત્ર સાધન નથી. અન્ય દસ્તાવેજો હોય તો પણ છૂટાછેડા માટે અરજી કરી શકાય છે.
સુપ્રીમ કોર્ટે એવું ઠરાવ્યું છે કે જો પતિ-પત્ની વચ્ચેના લગ્નના સાચા સંબંધના પુરાવા ઉપલબ્ધ હોય (દા.ત. લગ્ન સમારંભ સંબંધિત દસ્તાવેજો, સાક્ષીઓના નિવેદનો વગેરે) તો લગ્ન પ્રમાણપત્રની ગેરહાજરી દૂર થઈ શકે છે.
જો લગ્નનું પ્રમાણપત્ર નથી. તો કોર્ટમાં લગ્નની કંકોત્રીનો ફોટો, સાક્ષીઓના નવિદનોને રજુ કરી શકાય છે. છૂટાછેડાની અરજી કરતી વખતે કોર્ટ ખાતરી કરે છે કે લગ્નના અસ્તિત્વ અને માન્યતાના પૂરતા પુરાવા છે.અલગ અલગ કિસ્સાઓમાં, તે નક્કી કરવામાં આવે છે કે ઉપલબ્ધ દસ્તાવેજો અને પુરાવા તે લગ્નના અસ્તિત્વને સ્થાપિત કરવા માટે પૂરતા છે કે નહીં.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
લગ્નનું પ્રમાણપત્ર વગર છૂટાછેડા સંભવ છે,જો લગ્નના અસ્તિત્વને સાબિત કરવા માટે અન્ય નક્કર અને ચકાસી શકાય તેવા પુરાવા ઉપલબ્ધ હોય તો. એ નોંધવું અગત્યનું છે કે જ્યાં લગ્ન પ્રમાણપત્ર ઉપલબ્ધ હોય, તે એક મજબૂત દસ્તાવેજ માનવામાં આવે છે, પરંતુ જો તમે અન્ય અધિકૃત પુરાવા રજૂ કરી શકો તો તેની ગેરહાજરી છૂટાછેડા પ્રક્રિયામાં અવરોધ નહીં લાવે.