સનાતન ધર્મમાં સ્નાનને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. માન્યતા છે કે સ્નાન કરવાથી શરીર શુદ્ધ થાય છે પરંતુ નકારાત્મક ઉર્જા પણ દૂર થાય છે. કોઇ પણ શુભ કાર્યને કરતા પહેલા સ્નાન કરવું જરૂરી માનવામાં આવે છે. પરંતુ શું તમને ખબર છે કે નહાયા બાદ અમુક કામ કરવાનું ટાળવું જોઈએ? તો ચાલો આના વિષે જેની.
બાથરૂમમાં ગંદુ પાણી ન છોડવું
અમુક લોકોની ટેવ હોય છે કે તે નહાયા બાદ ડોલમાં ગંદુ પાણી છોડી દે છે. વાસ્તુ શાસ્ત્રમાં આને ખૂબ અશુભ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે આનાથી રાહુ અને કેતુ નારાજ થાય છે અને ઘરમાં દરિદ્રતા આવે છે.

બાથરૂમમાં તૂટેલા વાળ ન છોડવા
હાતાં સમયે વાળ ખરવા સ્વાભાવિક છે પરંતુ અમુક લોકો આ પડેલા વાળને બાથરૂમમાં જ છોડી દે છે. વાસ્તુ શાસ્ત્રમાં આને અશુભ માનવામાં આવે છે. કહેવામાં આવે છે આનાથી શનિ દેવ અને મંગળ દેવ નારાજ થાય છે. એટલા માટે હંમેશા નહાયા બાદ પડેલા વાળને લઈને ડસ્ટબિનમાં ફેંકી દેવા.
સ્નાન બાદ કપડાં સાફ ન કરવા
જો તમારે કપડાં સાફ કરવા છે તો ભૂલથી પણ સ્નાન બાદ કપડાં સાફ ન કરવા. કપડાં ધોવા છે તો સ્નાન પહેલા જ તેમણે જ ધોઈ લેવા અને તે બાદ નહાવું. વાસ્તુ શાસ્ત્ર અનુસાર નહાયા બાદ ગંદા કપડાં ધોવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે.
ભીના કપડાં ન છોડવા
અમુક લોકો નહાયા બાદ ભીના કપડાંને બાથરૂમમાં છોડી દેતા હોય છે. વાસ્તુ શાસ્ત્રમાં આને પણ અશુભ માનવામાં આવે છે. કહેવાય છે કે આનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
ચપ્પલ પહેરીને સ્નાન ન કરવું
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ક્યારે પણ ચપ્પલ પહેરીને સ્નાન ન કરવું જોઈએ. આનાથી રાહુ અને કેતુની કુદ્રષ્ટિ પડે છે. હંમેશા નહાવાથી પહેલા ચપ્પલ કાઢી દેવા.
સ્નાન બાદ તરત માંગમાં સિંદુર ન ભરવું
મહિલાઓને સ્નાન બાદ તરત પોતાની માંગમાં સિંદુર ન ભરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આનાથી પતિની ઉમર ઘટે છે.
અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.