શું તમને પણ મોડી રાત સુધી નીંદર નથી આવતી? તો સૂતા પહેલા કરો આ નાનકડું કામ, ઘસઘસાટ ઊંઘ આવી જશે…

WhatsApp Group Join Now

શું તમને પણ રાત્રે ઊંઘવામાં ખૂબ તકલીફ પડે છે? જો હા, તો સારી ઊંઘ માટે તમારે કેટલીક નાની બાબતોનું ધ્યાર રાખવું પડશે. જે તમને સારી નિંદર માટે મદદરૂપ સાબિત થઈ શકે છે.

તમે પણ ઊંઘ પૂરી ન થવાને કારણે પરેશાન છો?

આજના સમયમાં લોકોને સૌ મોટો પ્રશ્ન અનિંદ્રાનો છે. કેટલાક લોકો રાત્રે સારી રીતે સૂઈ શકતા નથી અને આખી રાત આળોટતા રહે છે. શું તમે પણ ઊંઘ પૂરી ન થવાને કારણે પરેશાન છો?

જો હા, તો તમે માલિશ કરીને આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. ચાલો તો આજે આપણે અનિદ્રાની સમસ્યાનો સામનો કરવાની ખૂબ જ સરળ રીત વિશે જાણીએ..

પગના તળિયાની માલિશ કરો

જો તમને રાત્રે ઊંઘ ન આવવામાં તકલીફ પડતી હોય, તો તમારે સૂતા પહેલા તમારા પગના તળિયાની સારી રીતે માલિશ કરવી જોઈએ. માલિશ કરાવવાથી તમારો બધો થાક દૂર થઈ જશે અને તમારા શરીરને આરામ મળશે. સરળતાથી ઊંઘી જવા માટે, તમે આ રીત અજમાવી શકો છો.

માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

પગના તળિયાની માલિશ માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તણાવ દૂર કરવા માટે તમે માલિશ કરાવી શકો છો.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
રક્ત પરિભ્રમણમાં સુધારો થાય

તમે તમારી ઊંઘની ગુણવત્તા સુધારવા માંગતા હો, તો તમારે સૂતા પહેલા તમારા પગના તળિયાની માલિશ કરવી જોઈએ. માલિશ કરવાથી તમારા રક્ત પરિભ્રમણમાં પણ ઘણી હદ સુધી સુધારો થઈ શકે છે.

સ્નાયુઓ અને હાડકાં પર સારી અસર થાય

તમારા પગના તળિયાની માલિશ કરવાથી તમારા સ્નાયુઓ અને હાડકાં પર પણ સકારાત્મક અસર પડી શકે છે. માલિશ કરવાથી આંતરડાનું સ્વાસ્થ્ય પણ સુધરે છે અને પેટ સંબંધિત સમસ્યાઓનું જોખમ ઓછું થાય છે.

અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

WhatsApp Group Join Now

Leave a Comment