Home Tips: વરસાદની સિઝન શરૂં થતાં ઘણા લોકોના ઘરમાં ભેજની સમસ્યા જોવા મળે છે. તેના કારણે દીવાલો પર પાણીના ડાઘ, પોપડી ઉખડી જવી અને દુર્ગંધ ન ઘરની સુંદરતા ખરાબ કરે છે પરંતુ સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક બની શકે છે. કારણ કે ભેજ બેક્ટેરિયા અને જંતુઓને ઉછેરવામાં મદદ કરે છે.

જો તમે પણ ઘરમાં આ સમસ્યાનો સામનો કરી રહ્યાં છો અને મોંઘા ઉપાયો પર પૈસા ખર્ચ કરવા ઈચ્છતા નથી તો તમારા રસોડામાં રહેલું મીઠું એક સસ્તો અને અસરકારક ઉપાય બની શકે છે. માત્ર 10 રૂપિયામાં મળનાર નમક ભેજને શોષવામાં મદદ કરે છે. તેનો કઈ રીતે ઉપયોગ કરવાનો છે તે વિશે પણ જાણી લો.
વાટકીમાં મીઠું રાખવું
નાના કે મધ્યમ કદના ભીના વિસ્તારો માટે આ સૌથી સરળ અને અસરકારક પદ્ધતિ માનવામાં આવે છે. આ માટે, એક ખુલ્લો બાઉલ અથવા પહોળા મોંવાળું વાસણ લો, તેમાં બરછટ દાણાવાળા મીઠાથી ભરો. હવે આ બાઉલને સીધા તે સ્થાનની નજીક મૂકો જ્યાં ભીનાશની સમસ્યા વધુ હોય. જેમ કે ભીની દિવાલની નજીક, કબાટની અંદર, અથવા બાથરૂમના ખૂણામાં.
ભેજ શોષી લીધા પછી, જ્યારે મીઠું ભીનું થઈ જાય, ત્યારે તેને બદલો. આ રીતે, તમે બાઉલમાં બેકિંગ સોડા રાખવાની પદ્ધતિ પણ અજમાવી શકો છો. આ ભેજ શોષવામાં પણ ઉપયોગી છે.
મીઠાનું પેકેટ અથવા બેગ
જો તમે ઇચ્છો તો, તમે પેકેટ અથવા બેગની પદ્ધતિ પણ અજમાવી શકો છો. એક નાનું સુતરાઉ કાપડનું પેકેટ અથવા બેગ બનાવો અને તેમાં બરછટ મીઠું ભરો. આ પેકેટોને કબાટ, ડ્રોઅર, જૂતાના રેકમાં અથવા ખૂણામાં રાખો જ્યાં ભીનાશ અથવા ફૂગનું જોખમ હોય. આ કપડાં અને અન્ય વસ્તુઓને ભેજથી બચાવવામાં મદદ કરશે અને જ્યારે પેકેટમાં મીઠું ભીનું દેખાય, ત્યારે તેને બદલો.
ફ્લોર અને દિવાલો પર ઉપયોગ કરો
જો ફ્લોરના કોઈપણ ભાગ પર અથવા દિવાલના તળિયે હળવી ભીનાશ હોય, તો તમે બરછટ મીઠાનું પાતળું પડ ફેલાવી શકો છો. તમે તેને થોડા કલાકો અથવા રાતોરાત છોડી શકો છો. મીઠું ભેજને શોષી લેશે, પછી તમે સાવરણી અથવા વેક્યુમ ક્લીનરથી મીઠું દૂર કરી શકો છો.
ધ્યાનમાં રાખો, આ પદ્ધતિ ફક્ત એક કામચલાઉ ઉકેલ છે અને તેનો ઉપયોગ ફક્ત ત્યારે જ કરો જ્યારે મીઠું તમારા ફ્લોર અથવા દિવાલને કોઈ નુકસાન ન પહોંચાડે.
નમર અને ચારકોલ
ભેજને શોષવાની ક્ષમતા વધારવા માટે નમકની સાથે લાકડીનો ચારકોલ એટલે કે કોલસાનો ઉપયોગ પણ કરી શકો છો. એક ખુલ્લા કન્ટેનરમાં બરાબર માત્રામાં મોટું મીઠું અને લાકડીના ચારકોલના ટુકડા મિક્સ કરો.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
ચારકોલ પણ એક ભેજ શોષનાર એજન્ટ છે અને તે દુર્ગંધને દૂર કરવામાં મદદ કરે છે. આ મિશ્રણ ભેજવાળા રૂમ કે બેઝમેન્ટ માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે.
આ વાતોનું પણ રાખો ધ્યાન
ઘરમાં વેન્ટિલેશનનું ધ્યાન રાખો. બારી અને દરવાજા ખોલી હવા આવવા દો. તમે ઈચ્છો તો એગ્ઝોસ્ટ ફેન પણ ચલાવી શકો છો.
જ્યાં સંભવ હોય સૂર્યનો પ્રકાશ ઘરની અંદર આવવા દો. તાપ ભેજને દૂર કરવામાં મદદ કરે છે. નમકને નિયમિત રૂપથી બદલતા રહો, કારણ કે એકવાર જ્યારે ઘરમાં ભેજ શોષી લે તો તેનો પ્રભાવ ઓછો થવા લાગે છે.
જો ભેજની સમસ્યા વધુ ગંભીર છે અને ઘરના માળખાને નુકસાન પહોંચાડી રહી છે તો પ્રોફેશનલ વોટરપ્રૂફિંગ નિષ્ણાંતની સલાહ લેવી સારી રહેશે.