શું તમારે પણ રાત્રે વારંવાર જવું પડે છે પેશાબ? જાણી લો આ બિમારી અને તેની સારવાર વિશે…

WhatsApp Group Join Now

ઉંમરની સાથે-સાથે મહિલાઓ અને પુરુષોમાં કેટલીક અલગ-અલગ બીમારીઓમાં એન્ટ્રી કરવા લાગે છે. પુરુષોમાં જોવા મળતી એક સૌથી મોટી બીમારી પ્રોસ્ટેટનું વધવું છે.

પુરુષોનાં શરીરમાં રહેલું પ્રોસ્ટેટ એક ગ્રંથિ હોય છે. સામાન્ય રીતે જ્યારે ઉંમર 50-55 ની પાર પહોંચે ત્યારે કેટલાક લોકોમાં આ ગ્રંથિ વધવા લાગે છે. આ બીમારીને પ્રોસ્ટેટિક હાયપરપ્લાસિયા કહેવામાં આવે છે.

આ સ્થિતિમાં પેશાબ સંબંધિત સમસ્યા થવા લાગે છે. પ્રોસ્ટેટ વધવા પર યુરિન બ્લેડર, જ્યાં યુરિન ભેગું થાય છે ત્યાં યુરિન પાસ થવામાં સમસ્યા આવવા લાગે છે. આ કારણે વારંવાર યુરિન જવાની ફીલિંગ આવે છે. ઘણીવાર યુરિનરી ટ્રેક, યુરિન બ્લેડર તેમજ કિડની સાથે જોડાયેલી સમસ્યાઓ પણ થઈ શકે છે.

પ્રોસ્ટેટ વધવાનાં લક્ષણો

  • યુરિન ફ્રીકવન્સીમાં બદલાવ એટલે કે દિવસમાં 8થી 10 વાર પેશાબ કરવા જવું પડે.
  • યુરિન પાસ કરવાની ઇચ્છા થવી.
  • રાત્રે ઊંઘતી વખતે વારંવાર પેશાબ કરવા જવું પડે.
  • પેશાબ કરતી વખતે શરૂઆતમાં દુખાવો થવો.
  • ટોયલેટ પછી તકલીફ થવી.
  • પેશાબમાંથી વાસ આવવી.
  • ટોયલેટ પછી યુરિન ટપકવું.
  • યુરિનરી રિટેન્શનની સમસ્યા.
  • આ સ્થિતિમાં જ્યારે યુરિનરી બ્લેડર પૂરી રીતે ખાલી થતું નથી અને યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન એટલે કે UTI હોવાનું જોખમ વધારે હોય છે. ઘણીવાર પેશાબમાં લોહી, સ્ટોન તેમજ યુરિનરી રિટેન્શનની સમસ્યા થઈ શકે છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

જાણો સારવાર વિશે

પ્રોસ્ટેટ ગ્લેન્ડ વધવા પર અનેક પ્રકારની સારવાર તમે કરી શકો છો. સૌથી પહેલાં ડોક્ટરને બતાવો. પછી ગ્લેન્ડની સાઈઝ અનુસાર દવા તેમજ સર્જરી કરવામાં આવે છે. આ સારવારમાં થેરાપી, મેડિકેશન તેમજ સર્જરી શામેલ છે. આમ, તમને શરીરમાં આ લક્ષણ જોવા મળે તો તરત ડોક્ટરને બતાવો.

શરૂઆતનાં સમયમાં સારવાર થાય છે તો રિઝલ્ટ સારું મળી શકે છે. આમ, તમે ડોક્ટરને શરીરમાં શું તકલીફ થાય છે એ વિશે પણ જણાવો. આમ કરવાથી સારવાર પ્રોપર રીતે થાય છે.

અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

WhatsApp Group Join Now

Leave a Comment