શું તમે ક્યારેય નેઇલ કટરમાં લાગેલા છેદ વિશે જાણવાનો પ્રયાસ કર્યો છે કે, આ છેદ કેમ આપવામાં આવ્યો હોય છે? આજે તે વિશે જાણીશું.
નેઇલ કટરનખ કાપવા માટે આપણે નેઇલ કટરનો ઉપયોગ કરીએ છીએ. તેના છેડે બનેલા છેદ ઉપર લોકોનું ધ્યાન પણ જાય છે. પણ શું તમે જાણો છો કે, આ છેદ કેમ બનેલો હોય છે. ચાલો તે વિશે જાણીએ.
બ્લેડ સાથે જોડાયેલ
તમે જોયું હશે કે નેઇલ કટરના છેદમાં બ્લેડ જોડાયેલ હોય છે. જેનાથી તેને ખોલવામાં અને ઘુમાવવામાં આસાની રહે છે.
ગ્રીપ
આ હોલનું કામ મુખ્યત્વે નેઇલ કટરને બેહતર ગ્રીપ આપવાનું હોય છે.
ફસાયેલા નખ
નખ કાપતી વખતે નખ તેમાં ફસાઈ પણ શકે છે. આ છેદ ફસાયેલા નખને બહાર કાઢવા પણ મદદ કરે છે.
કી રિંગ
આ છેદ એક કી રિંગ માફક પણ કામ કરે છે. જેને તમે ચાવીઓ સાથે પણ લગાવી શકો છો. તમે તેને ચાવી સાથે ભરાવી ગમે ત્યાં લઈ જઈ શકો છો.
આ કામ પણ કરી શકાય
આ સિવાય જો એલ્યુમિનિયમ તારને વાળવામાં મુશ્કેલી આવતી હોય તો તમે આ છેદનો પણ ઉપયોગ કરી શકો છો. છેદમાં વાયર ભરાવીને ઘુમાવવાથી તારને તમારી જરૂર મુજબ વાળી શકો છો.