× Special Offer View Offer

લાઈફસ્ટાઈલ: શું રોજ સવારે ગરમ પાણી પીવાથી લિવર સાફ રહે છે? નિષ્ણાંતો પાસેથી જાણો સંપુર્ણ માહિતી…

WhatsApp Group Join Now

આજકાલ સ્વાસ્થ્યને લઈને લોકોમાં ઘણી જાગૃતા જોવા મળી રહી છે. સોશિયલ મીડિયાથી લઈને આજુ-બાજુ પણ ઘણા એવા ઘરેલુ ઉપચાર સાંભળવા મળે છે. એમાંથી એક આ છે કે રોજ સવારે ગરમ પાણી પીવાથી ઘણા ફાયદા મળે છે.

કહેવાય છે કે લીવર પણ સાફ થાય છે, અને શરીરને ડિટોક્સ કરે છે. ઘણા લોકો આ ઉપચારનો ઉપયોગ કરે છે. પરંતુ શું સાચે ગરમ પાણી પીવાથી લિવર સાફ થાય છે?

લિવર શું કામ કરે છે?

આપણા શરીરનો જરૂરી અંગ છે લિવર. તે આપણા શરીરના મેટાબોલિઝમને કંટ્રેલ કરવામાં અને બ્લડને સાફ કરે છે. તેમજ પાચનને સરળ બનાવે છે. લિવર જાતે જ શરીરના હાનિકારક ટોક્સિનને સાફ કરે છે. એટલા માટે લિવરને સાફ રાખવું ખૂબ જ જરૂરી છે. અને તેની કેર કરવી પણ જરૂરી છે.

નિષ્ણાતોનું કહેવું છે કે, ગરમ પાણી લિવરને કંઈ જ ફાયદા થતા નથી. સાફ શબ્દોમાં કહીએ તો ગરમ પાણી લિવરને ડિટોક્સ નથી કરતું. પરંતુ ગરમ પાણી પીવાના ફાયદા તે છે જે નીચે મુજબ છે.

પાચનને સુધારે છે

ગરમ પાણી પીવાથી પાચન સરળ બને છે અને કબજિયાતની સમસ્યામાંથી રાહત મળે છે.

મેટાબોલિઝમને વધારે છે

સવારે ખાલી પેટ ગરમ પાણી પીવાથી શરીરનું મેટાબોલિઝમ વધે છે.

ડિહાઈટ્રેશનથી બચાવે છે

ગરમ પાણી શરીરને હાઈડ્રેટ રાખવામાં મદદ કરે છે.

શું ગરમ પાણી પીવાથી લિવરને ફાયદો થાય?

નિષ્ણાંતોનું કહેવું છે કે, ગરમ પાણી પીવાથી લિવર પૂરી રીતે સાફ થતું નથી. ગરમ પાણી લિવરને હેલ્ધી રાખવામાં મદદ કરે છે પણ એનાથી લિવર સાફ નથી થતું. ગરમ પાણી ફક્ત શરીરના બીજા અંગોને સાફ કરવામાં મદદ કરે છે. જો કોઈ વ્યકિત એવું વિચારે છે કે ગરમ પાણી પીવાથી લિવર સાફ થશે તો તે ખોટું છે.

લીવર સ્વસ્થ રાખવા શું કરવું?

  • લીલા શાકભાજી, ફળો, આખા અનાજ, કઠોળ અને ઓછી ચરબીવાળા ખોરાક ખાઓ.
  • વધુ પડતું તળેલું અને પ્રોસેસ્ડ ફૂડ ખાવાનું ટાળો: જંક ફૂડ લીવર પર વધારાનો ભાર નાખે છે.
  • દારૂ એ લીવરનો સૌથી મોટો દુશ્મન છે.
  • ધૂમ્રપાન કરવાથી લીવર પર ખરાબ અસર પડે છે.
  • સ્થૂળતા પણ ફેટી લીવરનું એક મુખ્ય કારણ હોઈ શકે છે.
  • દરરોજ 30 મિનિટ ચાલવાથી અથવા હળવી કસરત કરવાથી લીવરનું સ્વાસ્થ્ય સુધરે છે.
  • દિવસભરમાં 8 થી 10 ગ્લાસ પાણી પીવો.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

યોગ્ય માત્રા ગરમ પાણી પીવો

જો તમે ગરમ પાણી પીવા માગતા હો, તો કેટલીક બાબતો ધ્યાનમાં રાખો. સવારે ઉઠતાની સાથે જ 1-2 ગ્લાસ હુંફાળું પાણી પીવો. પાણી ખૂબ ગરમ ન હોવું જોઈએ જેથી જીભ કે ગળું બળી ન જાય. દિવસભર સમયસર પાણી પીતા રહો.

અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

WhatsApp Group Join Now

Leave a Comment