રસોડામાં ચાકુ વગરનું કામ કરવું અઘરું છે. કોઈ પણ વસ્તુ એવી નથી કે જે, આપણે ચાકુની કરી શકીએ. શાકભાજી, ફ્રૂટ્સ, બ્રેડ, ચીઝ, ફિશ બધી જ વસ્તુ કાપવા માટે આપણે છરીનો યુઝ કરીએ છીએ.
જોકે ઘણીવાર એવું બનતું હોય છે, આપણે ગમે તેટલું કાપવાની કોશિશ કરીએ પણ જોઈએ તેવું કપાતું નથી. એનું કારણ છે કે, આપણા ચાકુની ધાર ખરાબ છે અથવા તો જોઈએ એટલું ધારદાર નથી.જેના કારણે ઘણીવાર સારું ચોપિંગ થતું નથી.
ફાઇન ચોપિંગ માટે ચાકુની ધાર તીક્ષ્ણ હોવી ખૂબ જ જરૂરી છે. સતત ઉપયોગ અને ખોટી રીતે રાખવાના કારણે ચાકુની ધાર ઝડપથી ખરાબ થઈ જાય છે, જેના કારણે કંઈપણ કાપવું મુશ્કેલ બની જાય છે.

હવે જો ચાકુ મોંઘી હોય તો તેની ધાર ખરાબ થઈ જાય તો, તેને આપણે ફેંકી પણ નથી શકતા અને તેને જગ્યાએ નવું લાવવા પણ નથી શકતા અને સસ્તા ચાકુ વારંવાર ખરીદવું પણ માથાનો દુખાવો બની જાય છે.
જો તમારા ચાકુના ધાર પણ ઓછી થઈ ગઈ છે અને તમારે ધારદાર કરાવવી છે, તો તમે આ ટ્રિક યુઝ કરી શકો છો. હા, દુકાન પર ચાકુની ધાર તીક્ષ્ણ કરાવી શકાય છે, પરંતુ ત્યાં જવા માટે સમય કાઢવો પડશે. આવા સમયે અમે તમને ઘરે જ ચાકુ તીક્ષ્ણ કરવા માટે શિપ્રા રાયની ટ્રિક બતાવી રહ્યા છીએ.
ચાકુની ધાર તેજ કરવા જરૂરી સામાન:
- ટૂથપેસ્ટ
- મીઠું
- સિરેમિક કપ
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
ટ્રિક કેવી રીતે કામ કરે છે?
શિપ્રા રાયની ટ્રિક અજમાવવા માટે સૌથી પહેલા તમે સિરેમિક કપ લો, હવે તેને ઉંધું મૂકી દો. તેના બોટમ પર થોડું ટૂથપેસ્ટ લગાવો અને આ વિસ્તારમાં સારી રીતે મીઠું છાંટો. હવે તમારો ચાકૂ લો અને બંને બાજુઓને કપના ઉપર ઘસો. આ ઓછામાં ઓછા 8 થી 10 વાર કરવું પડશે. હવે તમે કોઈપણ ફળ કે શાકભાજી કાપીને જુઓ, ચાકુની ધાર ફરીથી તીક્ષ્ણ થઈ ગઈ હશે.