તમે પણ ઘરના મંદિર કે હોલમાં પૂર્વજોના ફોટા લગાવવાની ભૂલ ના કરતા! આટલું જાણી લો તો મુશ્કેલીઓ થશે દૂર…

WhatsApp Group Join Now

ઘણા લોકો પૂર્વજોના ફોટા મંદિરમાં લગાવે છે, પણ વાસ્તુ શાસ્ત્ર અનુસાર, પૂર્વજોના ફોટા મંદિર કે પૂજા સ્થાનમાં ન મૂકવા જોઈએ. આમ કરવાથી દેવી-દેવતાઓ ગુસ્સે થઈ શકે છે. ત્યારે ચાલો જાણીએ પૂર્વજોના ફોટો ક્યા લગાવવા જોઈએ

વાસ્તુશાસ્ત્ર અનુસાર, મૃતક માતા-પિતા કે પૂર્વજોનો ફોટો ઘરની ખોટી દિશામાં મૂકવાથી, વાસ્તુ દોષ લાગે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, મૃતક માતા-પિતા કે પૂર્વજોનો ફોટો દક્ષિણ દિશામાં લગાવવો જોઈએ.

દક્ષિણ દિશાને યમ અને પૂર્વજોની દિશા માનવામાં આવે છે.

આ દિશામાં સ્વર્ગસ્થ માતા-પિતા કે પૂર્વજનો ફોટો લગાવવાથી પૂર્વજોના આશીર્વાદ હંમેશા પરિવાર પર રહે છે અને નકારાત્મક ઉર્જા ક્યારેય ઘરમાં પ્રવેશ કરતી નથી.

આ સિવાય ઘણા લોકો પૂર્વજોના ફોટા મંદિરમાં લગાવે છે, પણ વાસ્તુ શાસ્ત્ર અનુસાર, પૂર્વજોના ફોટા મંદિર કે પૂજા સ્થાનમાં ન મૂકવા જોઈએ. આમ કરવાથી દેવી-દેવતાઓ ગુસ્સે થઈ શકે છે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

મૃત પૂર્વજોની તસવીર ડ્રોઈંગ રૂમ, બેડરૂમ અથવા એવી કોઈ જગ્યાએ ન મૂકવી જોઈએ જ્યાંથી કોઈ બહારની વ્યક્તિ તેને જોઈ શકે.

ફોટા ક્યારેય ઝૂલતી સ્થિતિમાં ન હોવા જોઈએ. જો તમારા પૂર્વજોનો ફોટો જૂનો હોય, તો તેને યોગ્ય રીતે ફ્રેમ કરો અને પછી તેને ઘરમાં લગાવો. પૂર્વજોના ફોટો ક્યારેય રસોડા કે બાથરૂમની નજીક ન મૂકવા જોઈએ. આ એક ભૂલ તમને ખૂબ મોંઘી પડી શકે છે

વાસ્તુશાસ્ત્ર અનુસાર, ભૂલથી પણ ઘરમાં પૂર્વજોના એક કરતાં વધુ ફોટો ક્યારેય ન રાખવા જોઈએ. મૃત પૂર્વજોના એક કરતાં વધુ ચિત્રો મૂકવાથી ઘરમાં નકારાત્મક શક્તિઓનો પ્રભાવ વધી શકે છે.

WhatsApp Group Join Now

Leave a Comment