કચરો સમજીને પિસ્તાના ફોતરાને ફેંકી ન દેતા, જાણો તેનો ચોંકાવનારા ઉપયોગ…

WhatsApp Group Join Now

આપણે પિસ્તા ખાધા બાદ તેની છાલને કચરો સમજીને ફેંકી દઇએ છીએ. પણ શું આપ જોમો છો કે, આ ખુબજ લાભકારી છે. જી હાં, પિસ્તાની છાલના ઉપયોગથી તમે ગાર્ડનિંગમાં કમ્પોસ્ટ બનાવી શકો છો.

કુંડાની ડ્રેનેજ સુધારવા અને બાળકોના ક્રાફ્ટ પ્રોજેક્ટમાં તેનો ઉપયોગ કરી શકો છો. એટલું જ નહીં તેને પેઇન્ટ કરીને ઘરની સજાવટ કે બાળકોના ક્રાફ્ટ પ્રોજેક્ટમાં તેનો ઉપયોગ કરી શકો છો.

પિસ્તાની છાલના ઉપયોગ

પિસ્તા સૌને પંસદ આવતો સૂકો મેવો છે, જે ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ મળે છે. લોકો તેનો ઉપયોગ ઘણી રીતે કરે છે. જોકે, લોકો સામાન્ય રીતે પિસ્તાના સ્વાદિષ્ટ દાણા ખાધા પછી તેની છાલ ફેંકી દેવામાં આવે છે.

જો તમે પણ આવું જ કરો છો, તો હવેથી તે ન કરતા, કારણ કે પિસ્તાની છાલ કચરામાં ફેંકવા માટે નથી તેના ઉપયોગો અદ્ભુત છે. ચાલો વિગતવાર જાણીએ કે પિસ્તાની છાલનો ઉપયોગ કેવી રીતે કરી શકાય-

જમીનમાં ભેજ જાળવી રાખવામાં મદદ કરે છે –

પિસ્તાની છાલ. આપ તેનો ઉપયોગ છોડની આસપાસ લીલા ઘાસ તરીકે કરી શકાય છે. તે જમીનને સુકાતી અટકાવે છે અને નીંદણને નિયંત્રિત કરે છે. પિસ્તાની છાલમાંથી કોમ્પોઝ બની શકે છે. બગીચાના કચરા સાથે ભેળવીને ખાતર બનાવવામાં આ મદદરૂપ થાય છે. જે જમીનની ફળદ્રુપતા વધારવાનો નેચરલ રસ્તો છે.

પાણીના નિકાલમાં સુધારો કરવા માટે-

કુંડાના તળિયે પિસ્તાના છીપ મૂકો. આ વધારાનું પાણી બહાર કાઢવામાં મદદ કરે છે અને છોડના મૂળને સડવાથી બચાવે છે.

ક્રિએટિવ હસ્તકલા

પિસ્તાની છાલનો ઉપયોગ સુંદર કલા અને હસ્તકલાની વસ્તુઓ બનાવવા માટે થઈ શકે છે. તેને કલર કરીને દિવાલ સજાવટ, ફૂલદાની કે મીણબત્તીનું સ્ટેન્ડ બનાવી શકાય છે. પિસ્તાના છીપમાંથી બનેલા નાના ક્રાફ્ટને તમે ડાઇનિંગ ટેબલ પર સજાવી શકો છો.

કુદરતી ક્લીનર અને ડીશ સ્ક્રબર

વાસણોમાંથી હઠીલા ડાઘ દૂર કરવા માટે પિસ્તાની છાલનો ઉપયોગ કરી શકાય છે, જે એક કુદરતી અને સસ્તો વિકલ્પ હોઈ શકે છે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

એર ફ્રેશનર તરીકે કરી શકો છો યૂઝ

પિસ્તાના છીપલને એસેંશિયલ ઓઇલમાં ભેળવીને રૂમમાં રાખો. તે કુદરતી એર ફ્રેશનર તરીકે કામ કરશે, ઘરમાં તાજગી ફેલાવશે.

બાળકોના હેન્ડીક્રાફ્ટ પ્રોજેક્ટ માટે કામની છે પિસ્તાની છાલ

બાળકોના સ્કૂલમાં તૈયાર કરવામાં આવતા હેન્ડીક્રાફ્ટ પ્રોજેક્ટમાટે તે એક ઉત્તમ સામગ્રી છે. આનાથી બાળકોની સર્જનાત્મકતામાં વધારો થશે જ, સાથે સાથે તેમને રિસાયક્લિંગનું મહત્વ પણ શીખવવામાં આવશે.

WhatsApp Group Join Now

Leave a Comment