શું તમને પણ રાત્રે ઊંઘ નથી આવતી? તો આ નાનકડું કામ કરો, પથારીમાં પડતાની સાથે જ ઊંઘ આવી જશે…

WhatsApp Group Join Now

અનેક લોકોને રાત્રે ઊંઘ આવતી હોતી નથી. રાત્રે ઊંઘ ના આવવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. ઓછી ઊંઘની અસર ઓવરઓલ હેલ્થને નુકસાન કરી શકે છે. આ સાથે અનેક લોકોને પથારીમાં પડતાની સાથે ઊંઘ આવી જતી હોય છે.

આમ, તમને પણ રાત્રે ઊંઘ આવતી નથી તો તમે દરરોજ આ આસન કરવાનું રાખો. આ આસન ઊંઘ લાવવામાં મદદ કરે છે. આ સાથે તમને રિલેક્સ ફીલ કરાવે છે. તો જાણો સારી ઊંઘ અને ઝડપી ઊંઘ લાવવા માટે શું કરશો?

વજ્રાસન

આ આસન કરવા માટે તમારે તમારા ઘૂંટણને પાછળની તરફ વાળવા પડશે. તે પછી તમારા હિપને તમારી હીલ પર મૂકો. તે પછી, તમારા માથા, ગરદન અને કરોડરજ્જુને એક સીધી રેખામાં રાખો અને તમારા હાથની હથેળીઓને તમારી જાંઘો પર રાખો.

શવાસન

શવાસન ઊંઘ લાવવામાં અનેક રીતે મદદરૂપ થાય છે. શવાસન કરવા માટે વધારે મહેનત કરવાની જરૂર નથી. આ આસન તમે સરળતાથી ઘરે કરી શકો છો. આ આસન કરવાથી બોડીની ડીપ હીલિંગ થાય છે. શવાસન કરવાથી શરીરને ઉર્જા મળે છે. આ સાથે મગજ અને શરીર બન્ને શાંત રહે છે. આ આસન તમે દરરોજ કરો છો તો રોજ રાત્રે સારી ઊંઘ આવશે.

બાલાસન

બાલાસન કરવા માટે પહેલા તમારા પગને વાળીને વજ્રાસનમાં બેસો. તે પછી, તમારા બંને હાથને ઉપર લઈ જાઓ અને આગળ વાળો. આ પછી, તમારી હથેળીઓને જમીન પર લો. તમારા માથાને જમીન તરફ લઈ જાઓ. આ આસન કરવાથી સ્થૂળતા ઓછી થાય છે. આ સાથે શરીરનો દુખાવો અને માનસિક તણાવ પણ દૂર થાય છે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

મર્જરી આસન

ઘણીવાર સ્ટ્રેસ અને થાકને કારણે પણ ઊંઘ સારી આવતી નથી. આ માટે રાત્રે ઊંઘતા પહેલાં તમે મર્જરી આસન કરો. આ આસન કરવાથી આખા દિવસનો થાક ઉતરી જાય છે. આ સાથે ઊંઘ પણ સારી આવે છે. મર્જરી આસન તમે સરળતાથી ઘરે કરી શકો છો. આમ, તમે આ આસન પરફેક્ટ કરવા માટે એક્સપર્ટની પણ સલાહ લઇ શકો છો.

અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

WhatsApp Group Join Now

Leave a Comment