પ્રી-ડાયાબિટીસ એ એવી સ્થિતિ છે જેમાં સુગરનું લેવલ એવા સ્તરે હોય છે જ્યાં લોહીમાં સામાન્ય કરતાં વધુ સુગર જોવા મળે છે. આ મુખ્યત્વે ટાઇપ-2 ડાયાબિટીસ હોવાની સામાન્ય નિશાની છે.
કાર્ડિયો અને હૃદયરોગના નિષ્ણાત કહે છે કે ભારતમાં ડાયાબિટીઝના ખૂબ મોટી સંખ્યામાં દર્દીઓ છે. અહીંના લોકોને ડાયાબિટીસના કારણો અને શરૂઆતના સંકેતો વિશે બહુ જાણકારી નથી. તેથી તેમણે લક્ષણો સમજવા જ જોઈએ. પ્રી-ડાયાબિટીસના આ ચિહ્નો મોટા ભાગે રાતે દેખાય છે.

રાતના સમયે દેખાતા ચિન્હો
– રાત્રે પરસેવો
રાત્રે પરસેવો થવો એ હાઈ બ્લડ સુગરના સંકેતોમાંનું એક હોઈ શકે છે. આ સંકેતને અવગણવું જોઈએ નહીં.
– પગમાં ઝણઝણાટી
રાત્રે તમારા પગમાં ઝણઝણાટી થવી એ સામાન્ય વાત નથી. આ બ્લડ સુગર લેવલમાં વધારો એટલે કે પ્રી-ડાયાબિટીસનું સીધું લક્ષણ છે.
– ઊંઘમાં બેચેની
જો તમને રાત્રે ઊંઘવામાં તકલીફ પડી રહી હોય તો આ પણ પ્રી-ડાયાબિટીસનું લક્ષણ છે. આ બ્લડ સુગરના સ્તરમાં વધઘટને કારણે થાય છે.
– ઝાંખી દ્રષ્ટિ
જો તમને રાત્રે ઝાંખું દેખાય છે તો આ શરીરમાં બ્લડ સુગરનું સ્તર વધવાની નિશાની પણ છે. દૂરની વસ્તુઓ જોવામાં તકલીફ થવી એ પણ ડાયાબિટીસની નિશાની છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
– ભૂખમાં વધારો
ભૂખને કારણે રાત્રે અચાનક જાગી જવું. ક્યારેક પૂરતું ભોજન કર્યા પછી પણ રાત્રે ભૂખ લાગે છે. આ કારણે ક્યારેક શરીરનું વજન પણ વધી જાય છે.
પ્રી-ડાયાબિટીસના લક્ષણો માટે શું કરવું?
- વજનને નિયંત્રણમાં રાખવું
- કઠોળ, અનાજ અને શાકભાજી યુક્ત હેલ્ધી આહાર લો
- ખાંડ યુક્ત ખોરાકનો વપરાશ ઓછો કરો
- ધૂમ્રપાન ટાળો
- કસરત કરો અને યોગ્ય ઊંઘનું સમયપત્રક જાળવો
અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.