મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ પર રાજ ઠાકરેના સમર્થકો દ્વારા બિન-મરાઠી ભાષીઓને માર મારવામાં આવી રહ્યા છે, મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતા જાવેદ શેખના પુત્ર રાહિલ જાવેદ શેખનો એક વીડિયો છેલ્લા કેટલાક દિવસોથી વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમાં, નશામાં અને શર્ટલેસ રાહિલ રસ્તાની વચ્ચે મરાઠી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને અભિનેત્રી રાજશ્રી મોરે સાથે ગેરવર્તન કરતો જોવા મળે છે.

રાખી સાવંતની નજીકની મિત્ર માનવામાં આવતી રાજશ્રી મોરેએ આ બાબતનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં જોઈ શકાય છે કે રાહિલ શર્ટ પહેર્યા વિના કારમાં બેઠો છે અને રાજશ્રી મોરે સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને ગેરવર્તન કરી રહ્યો છે.
આ કિસ્સામાં રાહિલના વર્તનની ટીકા થઈ રહી છે, તો લોકોએ એ પણ જોયું કે તે શર્ટ પહેર્યા વિના કાર ચલાવી રહ્યો હતો. આવી સ્થિતિમાં, પ્રશ્ન એ ઊભો થાય છે કે, શું ડ્રાઇવિંગ અંગે કોઈ ડ્રેસ કોડ કે નિયમ છે?
નિયમ શું છે?
મળતી માહિતી મુજબ પરિવહન વિભાગના નિયમોમાં કોમર્શિયલ વાહનો માટે ડ્રેસ કોડ છે. કોમર્શિયલ વાહન ચાલકો ખાખી રંગનો ડ્રેસ પહેરે છે અને બેલ્ટ પણ ખાખી રંગનો હોય છે અને તેની સાથે ચામડાના જૂતા પહેરવા પડે છે. સામાન્ય નાગરિકો માટે કોઈ ડ્રેસ કોડ નથી, સામાન્ય નાગરિકો કોઈપણ કપડાં પહેરીને વાહન ચલાવી શકે છે.
તો બીજી તરફ ચપ્પલ પહેરીને વાહન ચલાવવા પર ચલણનો કોઈ નિયમ નથી. પરંતુ ચપ્પલ પહેરીને વાહન ચલાવવું યોગ્ય નથી. જો આપણે માર્ગ સલામતીના દૃષ્ટિકોણથી જોઈએ તો પણ તે યોગ્ય નથી, જેમ કે હાલમાં વરસાદની ઋતુ છે અને ચપ્પલ પહેરીને ટુ-વ્હીલર ચલાવવાથી વાહન પર નિયંત્રણ રહેતું નથી, જેના કારણે ચલણ જાહેર થઈ શકે છે, પરંતુ આવો કોઈ નિયમ નથી.
નીતિન ગડકરીએ સ્પષ્ટતા કરી હતી
વર્ષ 2019 માં જ્યારે મોટર વાહન કાયદામાં કેટલાક સુધારા કરવામાં આવ્યા હતા, ત્યારે એવી અફવાઓ ફેલાઈ હતી કે, નવા નિયમ મુજબ તમે ચપ્પલ, હાફ શર્ટ, લુંગી અથવા વેસ્ટ પહેરીને વાહન ચલાવી શકતા નથી.
જો વાહનચાલક આવું કરતા પકડાય છે, તો તેનું ચલણ જારી કરવામાં આવશે. તે સમયે આવા સમાચાર વધુને વધુ વાયરલ થઈ રહ્યા હતા. જે પછી કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા આવા સમાચારનું ખંડન કરવામાં આવ્યું હતું.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
કેન્દ્રીય મંત્રીના સત્તાવાર ‘X’ હેન્ડલ પર આ માટે એક પોસ્ટ કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એક ગ્રાફિક ફોટો શેર કરવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે, અફવાઓથી સાવધ રહો…! સાવચેત રહો.
નીતિન ગડકરીના કાર્યાલય દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીરમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે અડધી બાંયનો શર્ટ પહેરવા, લુંગી કે વેસ્ટ પહેરીને વાહન ચલાવવા, કારમાં વધારાનો બલ્બ ન રાખવા, કારના ગંદા કાચ અથવા ચંપલ પહેરીને વાહન ચલાવવા બદલ કોઈ ચલણ જારી કરવામાં આવશે નહીં. મોટર વાહન કાયદામાં આવી કોઈ જોગવાઈ શામેલ નથી.